સુરત : સુરત (Surat) રેલવે પોલીસ (Police) સ્ટેશનમાં ટ્રાફિક ચલાણ બાબતે વાહન ચાલક સાથે મારામારી કરી રહ્યા હોવાનું વિડીયો સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થાય છે. આ બાબતે એડવોકેટ (Advocate) મેહુલ બોઘરા એ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ આઈપીસી (IPC) ની ધારા 294b, 323, 166A, 330 ગુનો બને છે. ઘટના 5 ઓગસ્ટ ની છે. ગેરકાયદેસર કાર્યવાહી કરતાં પોલીસ કર્મચારીઓનો વિડીયો બનાવતા પોલીસે પોતાનો અહમ સંતોષવા માટે “પોલીસ નો વિડીયો ઉતારે છે” એવું કહી વાહન ચાલક સાથે મારામારી કરી, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
મેહુલ બોધરા (વકીલ) એ જણાવ્યું હતું કે, ઘટના તારીખ 06 ઓગસ્ટ 2023 શનિવારના રોજ રેલ્વે સ્ટેશન પાસે બની હતી. ટ્રાફિક ચલણ બાબતે વાહન ચાલકને ખોટી રીતે રોકવામાં આવ્યો હતો. વાહન ચાલકે પોતે કોઈ નિયમનો ભંગ કર્યો નથી તેવું જણાવી અને ખોટી ગેરકાયદેસર કાર્યવાહી કરતાં પોલીસ કર્મચારીઓનો વિડીયો બનાવતા પોલીસે પોતાનો અહમ સંતોષવા માટે “પોલીસ નો વિડીયો ઉતારે છે” એવું કહી વાહન ચાલક સાથે મારામારી કરી હતી. ત્યારબાદ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી કન્ફેશન લખાવડાવ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે વાહન ચાલક સાથે વાતચીત કરી અને ફરિયાદ માટે ઓફિસે આવ્યા હતા.
મને ક્યારેક એ નથી સમજાતું કે આપણી રક્ષા માટે ખાખી પહેરતા આ અમુક અહમી પોલીસ કર્મચારીઓ રક્ષા કરવાને બદલે નાની-નાની ટ્રાફિક ચલણ, મોબાઇલ રેકોર્ડિંગ જેવી બાબતોમાં વાહન ચાલકો સાથે મારામારી પર કેમ ઉતરી જાય છે એવી ભાવના વ્યક્ત કરી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, ઓન ડ્યુટી પોલીસ કર્મચારીનું રેકોર્ડિંગ કરવું એ કોઈપણ સંજોગોમાં ગુનો નથી;?જાહેર જનતા સાથે જ્યારે પણ આવી કોઈ ઘટના બને જેમાં પોલીસ કર્મચારી દ્વારા ચોંકી પોલીસ સ્ટેશન માં લઈ જઈ, મારામારી કરી, ધાક ધમકી આપી અને કન્ફેશન લખાવવામાં આવે તો એ આઈપીસી ની ધારા 294b, 323, 166A, 330 મુજબ ગુનો બને છે. જેમાં પોલીસ સ્ટેશનમાં જો FIR ના નોંધવામાં આવે તો સીધી નામદાર કોર્ટમાં સીઆરપીસી ની કલમ 156(3) મુજબ ફરિયાદ કરી શકાય.
ધ્રુવ ઓડ (પીડિતનો ભાઈ) એ જણાવ્યું હતું કે અમે બન્ને ભાઈઓ મિત્ર ને બાઇક આપવા માટે સ્ટેશન ગયા હતા. રોડબાજુએ ઉભા રહી મિત્ર ને ફોન કરતા હતા. એટલામાં જ પોલીસ વાળા આવી ગયા ને કહેવા લાગ્યા ચાલુ બાઈકે ફોન પર વાત કરો છો એટલે ભાઈ એ કહ્યું અમે રોડબાજુ એ ઉભા છે. કોઈ પ્રુફ હોય તો બતાવો, બસ એટલે અમને બન્ને ભાઈઓ ને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જ્યાં પોલીસ કર્મચારીઓ કહેવા લાગયા અમે નવરા નથી કે પ્રુફ બતાવીએ એટલે અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તો ભાઈ ને મારવા લાગ્યા એટલે હું ભાગી ગયો હતો. ત્યારબાદ ભાઈ ને પટ્ટા વડે માર મારી માફી પત્ર લખાવી લીધું હતું અને કઈ પણ થાય તો જવાબદારી તમારી રહેશે એવું લખાણ લઈ લીધું હતું. હવે અમે વકીલ ની સલાહ મુજબ આગળ ન્યાય માટે અપીલ કરીએ છીએ.