સુરત: (Surat) મૂળ જૂનાગઢના કેશોદના બળોદર ગામના વતની અને હાલ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં (Police Station) પીએસઆઈ (PSI) તરીકે ફરજ બજાવતા હરેશ એલ.જેબલિયાએ કરેલા કાર્યથી સોશિયલ મીડિયામાં (Social Media) લાઈક્સની વરસાદ થઈ રહ્યો છે. એક સામાન્ય પરિવારમાંથી સંઘર્ષ કરીને આવેલી વ્યક્તિ શિક્ષણ પૂર્ણ કરી જ્યારે કોઈ હોદ્દા પર આવે છે ત્યારે તે શિક્ષણપ્રેમની અનોખી મિસાલ પૂરી પાડી શકે છે. એચ.એલ.જેબલિયાના ઇન્સ્ટાગ્રામ પર 1 લાખ ફોલોઅર્સ થતાં તેમણે ધારીના દઈડા ગામની સરકારી શાળાનાં ધો-1થી 8નાં 100 બાળકને દત્તક લીધાં છે. આ બાળકોને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી પોતાના ખર્ચે ભણાવશે.
- સુરતના એક અનોખા પીએસઆઈ: ઇન્સ્ટાગ્રામ પર 1 લાખ ફોલોઅર્સ થતાં સરકારી શાળાનાં 100 બાળકને દત્તક લીધાં
- સરકારી શાળાના ધોરણ-1થી 8નાં 100 બાળકો જ્યાં સુધી ભણશે એ ખર્ચ પોતે ઉપાડશે
- મૂળ જૂનાગઢના કેશોદના બળોદર ગામના વતની અને હાલ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હરેશ એલ.જેબલિયા
- સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ અનોખા પીએસઆઈએ ખાખીમાં પહેલો જન્મદિવસ વૃદ્ધાશ્રમમાં ઊજવ્યો હતો
સોશિયલ મીડિયાનો ઉપયોગ આ રીતે સકારાત્મક કરી શકાય
પીએસઆઈ એચ.એલ.જેબલિયાએ જણાવ્યું હતું કે, ટ્રેનિંગ બાદ 2019માં પહેલું પોસ્ટિંગ અમદાવાદમાં થયું હતું. ત્યારે ખાખીમાં પહેલો જન્મદિવસ વૃદ્ધાશ્રમમાં ઊજવ્યો હતો. અને તે વિડીયો ખૂબ વાયરલ થયો હતો. અને બાદમાં વૃદ્ધાશ્રમમાં આગામી ચાર મહિનાની સેવાનું ફુલ બુકિંગ થયું હતું. ત્યારથી સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કરું છું.