SURAT

સુરતમાં દારૂ પીને પોલીસ સ્ટેશન માથે લેનાર પીધ્ધડ PSIને આખરે ડીસીપી સમક્ષ હાજર કરાયો

સુરત: (Surat) સલાબતપુરાની હદમાં ફરજ બજાવતા પીએસઆઈ (PSI) પીપરિયાનો બેફામ વાણી વિલાસ અને પોલીસની છાપ ખરડતો વિડીયો વાયરલ થયો હતો. ડીસીપી (DCP) માટે અપશબ્દો બોલનાર આ બેફામ બનેલા પીએસઆઈનો આજે ડીસીપી પન્ના મોમયાએ જવાબ લઈ તપાસ કરી હતી.

  • અડાજણ પોલીસ સ્ટેશન માથે લેનાર પીધડ પીએસઆઈનો ડીસીપીએ જવાબ લઈ તપાસ કરી
  • ખાખી ઉપર ડાઘ લાગે તેવું કૃત્ય કરનાર પીએસઆઈની સામે તપાસ શરૂ
  • પીએસઆઈ પીપરિયાનો બેફામ વાણી વિલાસ અને પોલીસની છાપ ખરડતો વિડીયો વાયરલ થયો

ખાખીનો રોફ જમાવી સામાન્ય પ્રજાને રંજાડનાર જ ખાખી ઉપર ડાઘ લગાવે છે. કમિશનર તોમરની પોલીસનો એક પીએસઆઈ બીજા પોલીસ સ્ટેશનની હદમાં દાદાગીરી કરતો વિડીયો ગઈકાલે વાયરલ થયો હતો. સલાબતપુરા પોલીસ સ્ટેશનની (Police Station) હદમાં નોકરી કરતો પીએસઆઇ હાર્દિક પીપરિયા યુવાનોને ફટકારીને તેમના અધિકારીઓ વિશે અપશબ્દ બોલતાં આ આખું પ્રકરણ ખૂબ વાયરલ થયું છે. પાલ મામાની વાડીમાં પીધ્ધડ પીએસઆઇએ અડાજણ પોલીસ મથકને માથે લીધું હતું. અલબત્ત, નશામાં ચકચૂર સલાબતપુરાનો માન દરવાજા ચોકીને હાર્દિક પીપરિયા નામના પીએસઆઇએ મામાની વાડીમાં ભીખારીને ફટકારતાં ત્યાં ઊભેલા યુવાનોએ આમ નહીં કરવાનું જણાવતાં આ પીસેઆઇ મહોદય હાર્દિક પીપરિયાએ આ યુવકોને ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું. પીએસઆઇએ યુવાનને ફટકારતાં ત્યાં ઊભેલા અન્ય યુવાનો એકત્રિત થતા પીપરિયા અડાજણ પીસીઆર વાનમાં લઇ જઈ તોફામ મચાવ્યું હતું. આ કેસમાં તપાસ સોંપ્યા બાદ આજે ડીસીપી પન્ના મોમાયાએ પીએસઆઈનો જવાબ લીધો હતો.

પીએસઆઈ સામે અગાઉ મરીન પોલીસમાં અનેક ફરિયાદ થઈ હતી. પીધ્ધડ પીએસઆઈ હાર્દિક પીપરિયા અગાઉ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ હજાવતો હતો. ત્યાં પણ તેની સામે ગેરરિતીની અનેક ફરિયાદો ઉઠી હતી. છતાં આ પીએસઆઈને સારી પોસ્ટિંગ કઈ રીતે મળી તે પણ તપાસનો વિષય છે.

યુવતીના ચારિત્ર્ય બાબતે બિભત્સ મેસેજ કરનાર પૂર્વ પ્રેમી હોમગાર્ડ નીકળ્યો

સુરત: બમરોલી ખાતે રહેતી અને મોલમાં નોકરી કરતી યુવતીના નામે અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બિભત્સ મેસેજ કરનાર અજાણ્યા સામે યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા તેને મેસેજ કરનાર તેની સોસાયટીમાં રહેતો પૂર્વ પ્રેમી હોમગાર્ડ યુવક નીકળ્યો હતો.

બમરોલી રોડ પર પોલીસ કોલોની નજીક રહેતી 22 વર્ષીય યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ 15 દિવસ પહેલા તેની જુની ઇન્સ્ટાગ્રામ આઈડી બંધ કરી નવી આઈડી બનાવી હતી. દરમિયાન 14 ફેબ્રુઆરીએ તેની જુની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી તેને ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી અને તેની સાથે બિભત્સ મેસેજ કર્યા હતા. આ મેસેજ કરી યુવતીને મળવા માટે બોલાવી તેના નંબરની માંગણી કરી હતી. બાદમાં આ ઇન્સ્ટા આઈડી ચેક કરતા યુવતીનો ફોટો હતો. બાદમાં યુવતીના ભાઈને પણ તેના ચારિત્ર્ય બાબતે મેસેજ કરી તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતો મેસેજ કર્યો હતો. સાયબર ક્રાઈમે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી વિકાસ સ્વામીનાથ સરોજ (ઉ.વ.22, શિવમ નગર, બમરોલી રોડ તથા મુળ આંબેડકરનગર, યુપી) ની ધરપકડ કરી હતી. વિકાસ પોતે હોમગાર્ડ છે. અને અગાઉ સાત આઠ મહિના પહેલા યુવતી સાથે પ્રેમ સંબંધ હતા. પરંતુ યુવતીને બીજા સાથે પ્રેમ થતા તે વિકાસને ભાવ આપતી નહોતી. જેથી અદાવત રાખીને તેને બદનામ કરવા પ્રયાસ કર્યો હતો.

Most Popular

To Top