સુરત : આગામી 17 સપ્ટેમ્બરે શહેરભરમાંથી ગણેશ વિસર્જનમાં ફરીથી કોઇ કાંકરીચાળઓ ન થાય તે માટે 3000 ડ્રોન કેમેરા તૈનાત કરવામાં આવશે. જ્યારે વીસ હજાર પોલીસ જવાનો દરેક રસ્તા પર કાયદા અને વ્યવસ્થા માટે ઉભેલા જોવા મળશે.
- શહેરમાં ખૂણે ખૂણે વીસ હજાર પોલીસ જવાનોનો કાફલો ઉભો હશે
- ગણપતિ વિસર્જનને લઈ સુરત શહેર પોલીસ હાઈએલર્ટ પર
- એસઆરપીની આઠ એસઆરપીની કૂમક ખડકી દેવામાં આવી
17 સપ્ટેમ્બરે ગણેશજીની મૂર્તિનું વિસર્જન 1થી 5 ફૂટની મૂર્તિ માટે અલગ અલગ ઝોન દીઠ કુલ 21 કૃત્રિમ તળાવમાં તેમજ 5 ફૂટથી વધુ ઊંચાઇની મૂર્તિ માટે કુલ 3 કુદરતી ઓવારા ખાતે બનાવાયાં છે. જ્યાં મૂર્તિ વિસર્જન કરવામાં આવશે. જે અનુસંધાને શહેર વિસ્તારમાં તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. શહેરમાં જ્યારે હાલમા માહોલમાં કોમી તંગદીલી છે. ત્યારે પોલીસ દ્વારા પહેલેથી જ આઠ જેટલી એસઆરપીની કૂમક ખડકી દેવામાં આવી છે. આ ઉપરાંત 3000 ડ્રોન કેમેરા તૈનાત કરાયા છે. કોઇ અઘટીત ઘટના ન બને તે માટે 2700 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન અંદાજે પોણો લાખ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.
વિસર્જનના દિવસે ખડેપગે રહેશે પોલીસ
સુરત પોલીસ કમિશનર સહિત સ્પે.પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર-3, ડીસીપી-16, esipi-34, પી.આઇ -130, પીએસઆઈ -320, પોલીસ જવાનો-6800, હોમગાર્ડ-7000, એસઆરપી -11 કંપની, ટીઆરબી -1600 બંદોબસ્તમાં હાજર રહેશે.
પોલીસ દ્વારા વિસર્જન પર ચાંપતી નજર પણ રખાશે
ધાબા પોઇન્ટ -320, QRT – 07 ટીમ, ડીપ પોઇન્ટ – 400, ડી.સી.બી – 10 ટીમ, ડ્રોન કેમેરા – 07, એસ.ઓ.જી. – 04 ટીમ, વિડીયો કેમેરા – 125, વજ્ર વાહન – 07, બોડીબોર્ન કેમેરા – 900, વરૂણ વાહન -1 અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર શહેર ભરમાં ટીખળખોરો પર નજર રખાશે. સમગ્ર ગણેશ વિસર્જન શાંતિ પૂર્ણ કરવામાં માટે સુરત પોલીસ સજજ રહેશે.
સૈયદપુરાના કોમી તોફાન બાદ સંવેદનશીલ વિસ્તારોમાં એસઆરપીનું ફ્લેગ માર્ચ
સુરતના વરિયાવી બજારમાં આવેલા ગણપતિના મંડપ ઉપર પથ્થર મારા બાદ સૈયદપુરા પુરામાં પથ્થરમારો થયો હતો. આ હિંસક ઘટના બાદ શહેર પોલીસ હાઇએલર્ટ મોડ ઉપર આવી ગઇ છે. ગણેશ વિસર્જન યાત્રા અને ઈદના જુલુસ દરમિયાન કોઈપણ રમખાણ કે અપ્રિય ઘટના નહીં બને તે માટે પોલીસ પૂરતી તકેદારી લઈ રહી છે. સુરત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ડ્રોન સર્વલેન્સથી પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત સોશિયલ મીડિયા અને અસામાજિક તત્ત્વો પર પણ પોલીસ નજર રાખી રહી છે.
સૈયદપુરા પોલીસ ચોકી પાસે બનેલી ઘટના બાદ હવે સુરત પોલીસ એલર્ટ મોડ પર છે. સુરત પોલીસ કમિશનર જાતે સંવેદનશીલ વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક યોજી રહ્યાં છે. બીજી બાજુ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. ઉધના, લિંબાયત, અઠવા, નાનપુરા, રાંદેર સહિતના વિસ્તારોમાં એસઆરપીની ટુકડી દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. માત્ર દિવસ જ નહીં, પરંતુ રાત્રિના સમયે પણ ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે. ઈદ અને ગણેશ વિસર્જનના પર્વ પર કોઈ અસામાજિક તત્ત્વ કોઈ કાવતરું કે આયોજન ન કરે આ માટે પોલીસ હાઈ એલર્ટ પર છે.
સોશિયલ મીડિયા પર પોલીસની બાજ નજર
કોમ્બિંગ, ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ સહિત પોલીસ તમામ 300થી વધુ અસામાજિક તત્ત્વો કે જેઓની વિરુદ્ધ ભૂતકાળમાં રાયોટિંગ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, તેમની ઉપર ચાંપતી નજર રાખી રહી છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર જે પોસ્ટ મૂકવામાં આવી રહી છે, જેના કારણે અફવા તે કોઈ ધાર્મિક લાગણી દુભાવે આવા પોસ્ટ ઉપર પણ પોલીસની ટીમો દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
એસઆરપીની આઠ ટુકડી તૈનાત
સુરત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ તકેદારી લેવામાં આવી રહી છે. આ માટે 13,000થી વધુ પોલીસ તેનાત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં 7,000 હોમગાર્ડ સહિત 8 એસઆરપીની ટીમ પણ સુરતમાં સંવેદનશીલ વિસ્તારોમાં તેનાત કરવામાં આવી છે. આ વખતે વિસર્જન પહેલા ઈદ પણ હોવાથી બંને પ્રસંગ શાંતિપૂર્વક યોજાઈ આ માટે સુરત પોલીસ દ્વારા રણનીતિ બનાવવામાં આવી છે.