SURAT

ડોક્ટરની સાથે રહી કમ્પાઉન્ડર પોતાને ડોક્ટર માની બેઠાં, સુરતમાં ક્લિનિક શરૂ કરી દીધું!

સુરત(Surat): શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં બે અલગ અલગ બનાવમાં એસઓજીએ (SOG) બે ડુપ્લીકેટ ડોક્ટરને (Duplicate Doctor) ઝડપી (Arrest) પાડ્યા છે. બંને પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી (Degree) ન હોવા છતાં પણ તેઓ ખાનગી પ્રેક્ટિસ (Private Practice) કરતા હતા. ડિગ્રી વગર જ તેઓ ક્લિનિકમાં (Clinic) એલોપેથીક દવાનો (Allopathic Medicine) જથ્થો પણ રાખતા હતા. જેથી પોલીસે બંને સામે ડુપ્લીકેટ તબીબનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે.

ઈન્ચાર્જ પોલીસ કમિશનર (Police Commissioner) દ્વારા સુરત શહેરમાં કોઈ પણ જાતની ડોકટરની ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રીના આધારે કલિનીક/દવાખાનાઓ ખોલી લોકોની જીંદગી સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરોને શોધી કાઢી રેડ પાડવા માટે સુચના આપી હતી. જે અંતર્ગત પીઆઈ એ.પી.ચૌધરી દ્વારા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી શહેરમાં ડિગ્રી વગરના ક્લિનીક ચલાવતા બોગસ ડોક્ટરોને શોધી સુચના આપતા સ્ટાફના માણસો તે દિશામાં વર્કઆઉટમાં હતા.

આ દરમિયાન બાતમી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં બે બોગસ તબીબો દ્વારા ક્લિનીક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. જે બાતમીના આધારે પીઆઈ એ.પી.ચૌધરીએ જિલ્લા પંચાયત હેલ્થ વિભાગના અધિકારીઓ સાથે એક ટીમ બનાવી પાંડેસરા ગોવાલક રોડ રામનગર ખાતે આવેલા જગન્નાથ ક્લિનીકમાં ડમી પેશન્ટ મોકલી રેઈડ પાડી હતી. જેમાં આરોપી હિમાંશુ શેખર ગૌરીશંકર પંડા (ઉં.વ. 28) વગર ડોકટરની ડિગ્રીએ પ્રેક્ટીસ કરતો હોવાનું બહાર આવ્યું હતું.

એસઓજી પોલીસે તેની ધરપકડ કરી ક્લિનીકમાંથી દવા, ઈન્જેશન, સિરપ મળી કુલ રૂપિયા 27,650 નો જથ્થો કબજે કર્યો હતો. જયારે વડોદ ગામ ભગવતીનગરમાં આવેલા નીર ક્લિનીકમાં રેડ કરતા સદામ શકુર બનખાન(ઉં.વ.28) ઝડપાયો હતો.
સદામના ક્લિનિકમાંથી દવા, ઈન્જેક્શન, સિરપ મળી રૂપિયા 11,979નો જથ્થો કબ્જે કર્યો હતો.

વધુમાં એસઓજીના જણાવ્યા મુજબ બંને બોગસ ડોકટરોની પૂછપરછમાં તેઓ અગાઉ હોસ્પિટલમા કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા. ત્યારે ડોક્ટર સાથે મદદમાં રહતી દર્દીઓને દવા આપતો હતો. ત્યારે સામાન્ય બિમારીમાં કઈ કઈ દવા, ઈન્જેકશન આપવાની માહિતી મેળવી લીધા બાદ જાતે જ ડોક્ટર બની ગયા હતા. ત્રણ વર્ષથી નોકરી છોડી પોતે ક્લિનિક ચાલુ કર્યું હોવાની કબુલાત કરી હતી. પોલીસે બંને ક્લિનીકમાંથી દવા, ઈન્જેકશન સહિત કુલ રૂપિયા 30 હજારનો દવાનો જથ્થો કબજે કર્યો હતો.

Most Popular

To Top