SURAT

સુરત: પત્નીએ મજાક કરવાની ના પાડતા પતિ સાળીને ભગાડી લઈ ગયો

સુરત : સાસુએ જમાઇને નાની સાળીની (Sister In Law) સાથે મજાક મસ્તી કરવાની ના પાડતા જમાઇ નાની સાળીને લગ્નની (Marriage) લાલચ આપી ભગાડી ગયો હતો. જે અંગે જમાઇની સામે ડિંડોલી પોલીસે (Police) અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલીમાં જ રહેતી કાજલ (નામ બદલ્યું છે)ના લગ્ન અલથાણમાં રહેતા શૈલેષની સાથે બે વર્ષ પહેલા થયા હતા. લગ્નબાદ શૈલેષ અવારનવાર કાજલના પિયરમાં જતો હોવાથી તેની મુલાકાત કાજલની નાની બહેન હીના (ઉ.વ.15) (નામ બદલ્યુ છે) સાથે મજાક મસ્તી કરતો હતો. શૈલેષ હીનાની સાથે વધારે પડતી મસ્તી કરતો હોવાથી કાજલની માતાને (Mother) સારુ લાગતુ ન હતું. જેને લઇને કાજલની માતાએ કાજલને કહ્યું હતું કે, ‘તું તારા પતિ શૈલેષને સમજાવી દેજે, કે હીનાની સાથે મસ્તી ઓછી કરે’.આ વાતને લઇને કાજલે તેના પતિને ફરિયાદ કરી હતી અને નાની બહેનની સાથે મસ્તી નહીં કરવા તેમજ વાતચીત નહીં કરવા માટે જણાવ્યું હતું. સાસુની વાતનું માઠુ લાગી આવતા જમાઇ શૈલેષે કાજલના પિયરમાં છેલ્લા બે મહિનાથી જવાનું બંધ કરી દીધું હતું. ત્યાં રવિવારે હીના ઘરે એકલી જ હતી અને તેની માતા ઘરકામ કરવા માટે બહાર ગયા હતા. તેવામાં હીના ઘરેથી જતી રહી હતી. હીનાની માતા સાંજે ઘરે આવ્યા ત્યારે હીના જોવા મળી ન હતી. આ અંગે કાજલને ફોન કરીને જાણ કરવામાં આવતા કાજલનો પતિ શૈલેષ પણ ઘરે હાજર ન હતો અને તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતો હતો. શૈલેષ જ હીનાને ભગાડી લઇ ગયો હોય ડિંડોલી પોલીસમાં શૈલેષની સામે ફરિયાદ આપવામાં આવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સોનગઢના આમલગુંડીમાં આડા સંબંધ બાબતે પતિએ ઠપકો આપતાં પત્નીનો આપઘાત
વ્યારા: સોનગઢના આમલગુંડી ગામે દાદરી ફળિયામાં પોતાના ખેતરે આંબલીના ઝાડ સાથે પરિણીતાએ તા.૧૩/૦૬/૨૦૨૨ના રોજ મધ્ય રાત્રિએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. ફાંસો ખાઈ આપઘાત કરનારી મહિલા રવીલા ગમન ગામીત (ઉં.વ.૪૦) ના ગામમાં રહેતા રંગા ઠગા ગામીત સાથે છેલ્લા એકાદ વર્ષથી આડા સંબંધ હતા. ગત તા.૧૨/૦૬/૨૦૨૨ના રોજ રાત્રિના દશેક વાગ્યાના અરસામાં ઘર નજીક પરિણીતાને તેના પતિએ આ વ્યક્તિ સાથે પકડી પાડી હતી. પરિણીતાને તેના પતિએ આ બાબતે ઠપકો આપતાં ખેતરે આવેલી આંબલીના ઝાડ સાથે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું તેના પતિ ગમન ગામીતે પોલીસને જણાવ્યું છે.

Most Popular

To Top