SURAT

પાસોદરાની પરિણીતા આ રીતે છેતરાઈ, પરિણીતાના મોબાઈલ ઉપર એક મેસેજ આવ્યો હતો..

સુરત: (Surat) પાસોદરા ખાતે રહેતી પરિણીતાને ઓનલાઈન સાઈટ ઉપર પાર્ટ ટાઈમ જોબના (Job) બહાને ભેજાબાજે 2.09 લાખનો ચૂનો ચોપડ્યો હતો. આ ઠગ સામે સરથાણા પોલીસે (Sarthana Police) ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાસોદરા ખાતે શ્વેતા પાર્ક સોસાયટીમાં રહેતા 26 વર્ષીય ભુમિકાબેન અમિતભાઈ ત્રાપસિયા પીનટકો ટેક્નોલોજીમાં સોફ્ટવેર ડેવલોપરની નોકરી કરે છે. ગત 24 તારીખે ભુમિકાબેનના મોબાઈલ ઉપર એક મેસેજ આવ્યો હતો. મેસેજ કરી લીંક મોકલી અને એમોઝોન, ફ્લિપકાર્ડ જેવી વેબસાઈટમાં પરચેસ ઓર્ડર લઈ તે કેન્સલ કરવાનો ટાસ્ક કરવાની પાર્ટ ટાઈમ જોબ હોવાનું લખ્યું હતું. પાર્ટ ટાઈમ જોબના બહાને વિશ્વાસમાં આવી ભુમિકાબેન પાસેથી ગઠિયાએ ટુકડે ટુકડે અલગ અલગ ચાર્જીસના બહાને 2.09 લાખ રૂપિયા વેબસાઈટના પેમેન્ટ ગેટવેથી ટ્રાન્સફર કર્યા હતાં. ત્યારબાદ પૈસા પરત આપ્યા નહોતા તથા નોકરી બાબતે પણ કોઈ માહિતી નહીં આપતા ભુમિકાબેન તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજી ગયા હતા. તેમને સરથાણા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

ભાઠેનામાં લગ્ન પૂર્વે પ્રસંગમાં પરિણીતાની છેડતી બાબતે બબાલ

સુરત: ભાઠેના ખાતે ગઈકાલે રાત્રે લગ્ન પૂર્વેના પ્રસંગમાં પીરસતી વખતે પરિણીતા સાથે અસભ્ય વર્તન કરવા બાબતે ઝઘડો થયો હતો. આરોપીઓને સમજાવવા ગયેલા પરિણીતાના ભાઈ ઉપર તલવાર અને ચપ્પુ વડે હુમલો કરાતાં ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઉધના પોલીસે તેના નિવેદનને આધારે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. ડિંડોલી ખાતે શ્રી હરિનગરમાં રહેતો 26 વર્ષીય વિનય રાજેન્દ્ર પાટીલ (નામ બદલ્યું છે) ડીજે વગાડવાનું કામ કરે છે. ઉધના ભાઠેના ખાતે શિવ ટાઉનમાંથી ગઈકાલે રાત્રે નયનના નાના ભાઈ મોહિતનો (નામ બદલ્યું છે) ફોન આવ્યો હતો કે, આપણી બહેન બબીતાને પ્રવીણ નામનો વ્યક્તિ છેડતી કરી ગાળો આપે છે. બબીતા જમવાનું પીરસતી હતી, ત્યારે પ્રવીણે અસભ્ય વર્તન કરી છેડતી કરી હતી. જેથી બબીતાના પતિએ પ્રવીણ સાથે ગાળાગાળી કરતાં તે નાસી ગયો હતો. થોડીવાર પછી પ્રવીણ તેના મિત્ર ગણિયો અને બંટીને લઈને આવ્યો હતો. અને વિનયને માથામાં લાકડાનો ફટકો માર્યો હતો. ગણિયાએ તથા બંટીએ તલવાર તથા ચપ્પુ વડે આંખ અને નાક ઉપર ઇજા કરી હતી. ઉધના પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top