SURAT

ગરીબોનું લોહી ચૂસી લેતાં 28 વ્યાજખોરોને સુરત પોલીસે પકડ્યાં

સુરત: (Surat) સુરત શહેરમાં આર્થિક ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યો છે, ત્યારે આ શહેરની એક મોટી સમસ્યા વ્યાજખોરીની છે. નાના, ગરીબ મજબૂર વેપારી, નોકરીયાતોને ઊંચા વ્યાજ પર નાણાં ધીર્યા બાદ પઠાણી ઉઘરાણી કરી તે ગરીબોને મરવા મજબૂર કરતા વ્યાજખોરો સામે સુરત શહેર પોલીસે લાલ આંખ કરી છે. એક મહિના પહેલાં સુરત પોલીસ કમિશનર દ્વારા વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ સુરત પોલીસે આખાય શહેરમાં જાળ ફેલાવીને વ્યાજખોરી કરનારા વ્યાજખોરો સામે મજબૂત પુરાવા ભેગા કરી તા. 17મી ઓક્ટોબરના રોજ ઉત્રાણ, અમરોલી, જહાંગીરપુરા, રાંદેર, અડાજણ અને પાલ વિસ્તારમાં સ્પેશ્યિલ ડ્રાઈવ રાખીને વ્યાજખોરો પર કેસ દાખલ કર્યા છે. સુરત શહેર પોલીસે 28 ગુના નોંધી 28 વ્યાજખોરોને લોકઅપમાં પૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રાંદેર પોલીસ મથકમાં સૌથી વધુ 11 કેસ જ્યારે અડાજણમાં 5, પાલમાં 5 અને અમરોલીમાં 4 તથા ઉત્રાણ પોલીસ મથકમાં 4 કેસ દાખલ કરાયા છે.

વ્યાજખોરો એટીએમ કાર્ડ પણ લઈ લેતા
3 ટકાના ઊંચા વ્યાજદરે રૂપિયા ધીરવાનો ધંધો કરતા આ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હતા. પહેલાં જ વ્યાજ કાપી લેતા અને પછી મુદ્દલ વસૂલવા હેરાન કરતા હતા. તેઓ લોકોના કિંમતી દસ્તાવેજો, સાટાખટ કબ્જે લઈ લેતા. સ્ટેમ્પ ઉપર મિલકત લખાવી લેતા. નોકરીયાતોના એટીએમ પડાવી લેતા હતા. પોલીસે વ્યાજખોરો પાસેથી વ્યાજની ડાયરી, ચિઠ્ઠી સહિતના આવા પુરાવા કબ્જે લીધા છે.

આ વ્યાજખોરોને પોલીસે લોકઅપમાં પૂર્યા
(1) કપિલ અંબાલાલ સેંઘાણે (રહે. 101, ગોપીનાથ સોસાયટી, છાપરાભાઠા રોડ, અમરોલી), (2) વિષ્ણુ વાઘુ રબારી (રહે. શિવસાગર સોસાયટી, છાપરાભાઠા રોડ, અમરોલી, સુરત), (3) વિનોદ રોશનલાલ જૈન (રહે. વિહાર સોસાયટી, વાડીનાથ ચોક, વેડરોડ, સુરત), (4) ગોરધન નાગજી ઝડફીયા (રહે. સત્યમ રો હાઉસ મહાદેવ ચોક, મોટા વરાછા, ઉત્રાણ, સુરત), (5) આકાશ ગુલાબચંદ જૈન (દીપા કોમ્પલેક્સ, અડાજણ), (6) વિરેન્દ્ર ફકીરચંદ ગોણ (રહે. એસએમસી આવાસ, ગ્રીન એવન્યૂની બાજુમાં પાલ, અડાજણ), (7) યાસીન મોહમ્મદ દિવાન (રહે. સરીતા સોસાયટી, જહાંગીરપુરા, સુરત), (8) નિકુંજ અરવિંદ પટેલ (રહે. સ્વામી આત્માનંદ સોસાયટી, રામનગર, રાંદેર રોડ, સુરત), (9) સલીમ મન્સુર દિનાણી (રહે. તાપી દર્શન એપાર્ટમેન્ટ, હનુમાન ટેકરી, રાંદેર, સુરત), (10) શંકરભાઈ સુમરિત શાહુ, (રહે. ગંગા તાપ્તી બિલ્ડીંગ SMC આવાસ, જગન્નાથ મહાદેવ મંદિરની સામે અડાજણ, સુરત), (11) ગિરીશચંદ્ર શંભુલાલ પસ્તાગીયા, (રહે. કસ્તુરબા મહિલા સોસાયટી ટેકરાવાલા સ્કુલની, પાલનપુર પાટીયા, અડાજણ), (12) આકાશ ચંપકભાઈ પટેલ, (રહે. ગંગનગર સોસાયટી, દાંડી રોડ, રાંદેર, સુરત), (13) રાજ રામચરણ જીવુતભાઈરાજ રાજભર, (રહે. શ્રીજી નગરી, SMC આવાસ, રાંદેર, સુરત), (14) અબ્બાસ સિકંદર બાદશા, (રહે. ઈસ્માઈલ મંજીલ તીન બત્તી, રાંદેર, સુરત), (15) મનહરભાઈ વીજચંદ્ર બોટારે, (રહે. આકૃતિ ફ્લેટ, પાલ રોડ, પાલનપુર જકાતનાકા, રાંદેર, સુરત), (16) નાગેશભાઇ ઈશ્વરભાઈ દેસાઈ, (રહે. પ્રશાંત સોસાયટી, પાલનપુર જકાતનાકા, રાંદેર, સુરત), (17) વિનોદભાઈ નરોત્તમભાઈ લીંબાચીયા, (રહે. જાનકી રો-હાઉસ સી.કે પટેલ સ્કુલની બાજુમાં હનીપાર્ક રોડ, અડાજણ સુરત) (18) જીતેન્દ્ર ઉર્ફે જીતું પ્રતાપભાઈ રાવલ, (રહે. માઈલસ્ટોન રેસીડેન્સી ઉગત કેનાલ રોડ રાંદેર, સુરત), (19) મહેશભાઈ તેજાભાઈ વિરાસ, (રહે. રીવર પાર્ક સોસાયટી કોઝવે રોડ, સીંગણપોર, સુરત)

Most Popular

To Top