સુરત: સુરતના (Surat) પાલ (Pal) વિસ્તારમાં 34 વર્ષીય યુવકનું 13માં (13th floor) માળેથી પટકાતા મોત થયું છે. મળતી માહિતી મુજબ સુરતના પાલ વિસ્તારમાં આવેલ શિવ દિગ્જા (Shiv Dwigja) એપાર્ટમેન્ટના (Apartment) 13માં માળેથી કાચ સાફ કરતી વખતે પરિવારના એકનાએક દીકરાનું મોત થયું છે. જાણકારી મળી આવી છે કે આ યુવકને 7 વર્ષની એક દિકરી પણ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ઘરી છે. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
- કાચ સાફ કરતી વખતે પરિવારના એકનાએક દીકરાનું મોત થયું
- મૃતક હર્ષ ત્રિવેદી પોતાના જ ફેલ્ટમાં જમ્યા બાદ કાચની બારી સાફ સફાઈ કરી રહ્યા હતા
- મૃતકને 7 વર્ષની દીકરી હોવાની પણ જાણકારી મળી આવી છે
મળતી માહિતી મુજબ સુરતના પાલ વિસ્તારમાં આવેલી શિવ દિગ્જા એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવાર પર રવિવારના રોજ આભ તૂટી પડ્યું હતું. તેઓના 34 વર્ષીય એકના એક દીકરાનું કાચ સાફ કરતી વખતે પડી જતાં કરૂણ મોત થયું હતું. આ ઉપરાંત મૃતકને 7 વર્ષની દીકરી હોવાની પણ જાણકારી મળી આવી છે.
ફ્લેટમાં સફાઈ કરતી વખતે બની ઘટના
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મૃતક હર્ષ ત્રિવેદી જેઓ ગઈકાલે પોતાના જ ફેલ્ટમાં જમ્યા બાદ કાચની બારી સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ કોઈક રીતે તેમનો પગ લપસી હોય કાં તો પછી તેમનું બેલેન્સ બગડ્યું હોય અને 13 માળેથી નીચે પટકાયા હતા. આ જોતા જ બિલ્ડીંગના વોચમેન અને રહીશો દોડી આવ્યા હતા.
પરિવાર શોકમાં ગરકાવ
મૃતક હર્ષ ત્રિવેદી જેઓ બિલ્ડીંગ કન્ટ્રસ્ટનનું કામ કરતા હતા. તેઓ પરિવારનો એકને એક છોકરો હતો. તેમને સાત વર્ષની એક નાની છોકરી પણ છે. 8 વર્ષ પહેલા તેમના લગ્નન થયા હતા. એકના એક છોકરાનું આ રીતે ઘટના બનતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. મૃતક હર્ષ ત્રિવેદીની બોડીના કેટલાક ભાગ ઘસાયા હોવાનું નિશાન પણ મળી આવ્યા છે. એટલે કે, તેઓ જ્યારે ઉપરથી પડતા હોય ત્યારે ત્રણ ચાર જગ્યા ટકરાઈને પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. હાલ તો આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.