સુરત (Surat) શહેરમાં 14 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી પરવાનગી વગર ચાર કે ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરમાં આવનારા દિવસોમાં તહેવારો આવતા હોવાથી કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત શહેરના પોલીસ કમિશનર (Police Commissioner) અજયકુમાર તોમરે જાહેરનામું બાહર પાડ્યું છે. આ જાહેરનામુ ખાસ કરીને હાલ ચાલી રહેલા કોવિડ-19ના સંક્રમણને ફેલાતા રોકવા માટે બહાર પાડવામાં આવ્યું છે.
કોવિડ-19ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગ રૂપે સુરત શહેરમાં આગામી દિવસોમાં ધાર્મિક તહેવારો તેમજ રેલીઓ-ધરણાઓના કાર્યક્રમ ન યોજાય અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ 14 થી 28 જાન્યુઆરી સુધી શહેરમાં ચારથી વધુ લોકો ભેગા થઈ શકશે નહી. તેમજ કોઈ સભા બોલાવવા કે સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. જોકે આ હુકમ જે વ્યક્તિ સરકારી કામગીરીમાં રોકાયેલા હોય તેવા લોકો પર લાગૂ પડશે નહી. હોમગાર્ડ કે અન્ય સરકારી અર્ધ સરકારી એજન્સીઓ જઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવા લોકો તથા સ્માશાન યાત્રાને લાગૂ પડશ નહીં. જાહેરનામાના હુકમના ભંગ બદલ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 (3) મુજબ જે તે વ્યક્તિને શિક્ષા કરાશે.
આ બે દિવસ સુરતના ફ્લાયઓવર બ્રિજ પર ટૂ વ્હીલરને ‘નો એન્ટ્રી’
બે દિવસ પછી ઉતરાયણ છે, જેનો માહોલ અત્યારથી જ સર્જાઇ ચૂક્યો છે. ગુજરાતમાં ઉતરાયણનો ખાસ્સો ક્રેઝ છે, પણ જેમ આપણે બધા જાણીએ છીએ કે ઉતરાયણ દરમિયાન શહેરમાં પતંગની દોરીને કારણે અનેક અકસ્માત સર્જાય છે. SMC એ જાહેરનામું બહાર પાડ્યુ છે. જે મુજબ 14 તારીખે રાત્રે 12 વાગ્યાથી 15 તારીખ રાત્રે 12 વાગ્યા સુધી શહેરમાં કોઇપણ ઓવર બ્રિજ પર ટુ-વ્હીલર જઇ શકશે નહીં.