SURAT

સુરતમાં એકસાથે 41 PI ની ટ્રાન્સફર, જાણો કોની ક્યાં બદલી થઈ?

સુરત: શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતએ ચાર્જ સંભાળ્યો ત્યારથી સતત પોલીસ બેડામાં બદલીઓ બાબતે ચર્ચાઓ ચાલતી હતી. પરંતુ ચૂંટણીને કારણે બદલીઓ પર બ્રેક લાગેલી હતી. હવે ચૂંટણીઓ પૂરી થતાં પોલીસ કમિશનર ફુલ એક્શન મોડમાં આવ્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આખરે અપેક્ષા મુજબ એક સાથે 41 પોલીસ ઇન્સ્પેક્ટરની સાગમટે બદલી કરી છે.

જોકે એ સમયગાળા દરમિયાન ચૂંટણીના લીધે આચારસંહિતા હતી અને આચારસંહિતા પૂર્ણ થયા બાદ સૌ કોઈને અપેક્ષા હતી તે સુરત શહેરમાં મોટાપાયે ઉલટ ફેર એટલે કે બદલીઓ આવશે આજે એ અપેક્ષાઓ સાચી સાબિત થઈ રહી છે એકસાથે 41 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે.

સૌથી પહેલા તો ટ્રાફિક શાખા માટે તેમણે બદલીઓ કરી હતી. ત્યારબાદ હવે પોલીસ સ્ટેશનનોના વડા ગણાતા પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના ઓર્ડર આજ રોજ કરાયા છે. સુરત શહેરમાં આવેલા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 41 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે.

તેમાં ધ્યાનમાં આવે તેવી બદલી એ છે કે સુરત એસોજીના પીઆઇ અશોક ગોહિલ ને બદલી કરવામાં આવી છે તેમના સ્થાને રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એસ.સોનારાને નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત સલાબતપુરા, ખટોદરા, ચોક બજાર, કાપોદ્રા, અમરોલી, સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ ફર્સ્ટ અને સેકન્ડ પીઆઇ બદલાયા છે.

Most Popular

To Top