સુરત : (Surat) ભલે જિલ્લા પોલીસની (Rural Police) હદમાં આ હત્યા થઇ હોય પરંતુ સર્વ સમાજ સંમેલનમાં શહેર પોલીસ કમિશનર (Police commissioner) અજય તોમરે (Ajay Tomar) એક જવાબદાર અધિકારી તરીકે ગ્રીષ્મા હત્યાકાંડની (Grishma Murder) જવાબાદારી સ્વીકારી લીધી હતી. અલબત કમિશ્નર અજય તોમરે ભલે એક તરફ પોતાની ફરજ બહાર જઈને પણ નૈતિક જવાબદારી સ્વીકારી પોતાની ખાનદાની દાખવી પરંતુ પડદાં પાછળ કેટલાક બ્યુરોક્રેટસની મંશા પોલીસ કમિશનર અજય તોમરને આ કેસમાં ખરેખર બલીના બકરા બનાવવાની હોય તેવું જાણવા મળે છે.
- શહેર પોલીસને ગ્રીષ્મા કેસ સાથે કશું લાગતુ વળગતુ ન હોવા છતા કમિ. તોમરે આગળ આવીને જવાબદારી સ્વીકારી
- ઉચ્ચ અધિકારીઓનાં આ ગંદા રાજકારણ વચ્ચે કમિ. અજય તોમરનો ભોગ લઈ તેમને હોળીનુ નળિયેર બનાવી દેવાની ફિરાક થઈ રહી છે
- સુરત પોલીસ કમિશનર અજય તોમરને આ કાંડમાં કોઇ કારણ વગર ઘસડવામાં આવી રહ્યા છે.
ગ્રીષ્મા હત્યાકાંડ સાથે સુરત શહેર પોલીસને સીધો કોઈ નિસ્બત ન હોવા છતા માત્ર કડક પગલાં લેવાતા હોવાનું દેખાડવા ઉચ્ચ અધિકારીઓનાં આ ગંદા રાજકારણ વચ્ચે કમિ. અજય તોમરનો ભોગ લઈ તેમને હોળીનુ નળિયેર બનાવી દેવાની ફિરાક થઈ રહી છે. આ મામલે જયારે શહેર પોલીસ અને કમિશનર અજય તોમરની ભૂલ હોય તે રીતે હવે રાજકારણીઓ અને બ્યૂરોક્રેટસ કમિ તોમરને ટાર્ગેટ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. કમિશનર અજય તોમરને સુરતમાંથી હટાવવા હાલ કોઇ સીધું કારણ નથી છતાં કેટલાક વિવાદી બ્યુરોક્રેટસ અને રાજકારણીઓ ગ્રીષ્મા હત્યાકાંડને નામે આખો મામલો તેમના પર થોપી રહ્યા છે.
ગ્રીષ્મા હત્યાકાંડ થયો જિલ્લા પોલીસની હદમાં છતાં વિલન બનાવાઇ રહી છે શહેર પોલીસને!
ગ્રીષ્મ હત્યાકાંડની ઘટના શહેર પોલીસની નહીં પણ જિલ્લા પોલીસની હદમાં આવે છે. તેના વહીવટ સાથે સુરત પોલીસને કોઇ નિસ્બત નથી. તેની જવાબદારી અન્ય ઉચ્ચ અધિકારી એટલે કે રેન્જ આઇ.જી. અને ડીએસપી તથા ડીવાયએસપીઓ દ્વારા કરાય છે. આ મામલે સુરત શહેર પોલીસને વાસ્તવમાં કોઇ લાગતુ-વળગતુ જ નથી. અલબત હાલમાં તો સુરત પોલીસ કમિશનર અજય તોમરને આ કાંડમાં કોઇ કારણ વગર ઘસડવામાં આવી રહ્યા છે.