SURAT

દેશની સૌથી મોટી કોલસાની ખાણમાં ઘુસી સુરત પોલીસે 11 વર્ષથી વોન્ટેડ ચોરને પકડ્યો

સુરત: ગુનો આચર્યા બાદ ગુનેગારો છૂપાઈ જતા હોય છે, પરંતુ કાયદાના લાંબા હાથ તેમને આજે નહીં તો કાલે પકડી જ લે છે. સુરત પોલીસે 11 વર્ષથી ભાગતા ફરતા એક રીઢા આરોપીને દેશની સૌથી મોટી કોલસાની ખાણમાં ઘુસીને પકડી પાડ્યો છે.

11 વર્ષ પહેલાં 11 ટ્રક ચોરીને અંજામ આપી આરોપી છત્તીસગઢમાં જઈ છુપાઈ ગયો હતો. તે છત્તીસગઢમાં આવેલી દેશની સૌથી મોટી કોલસાની ખાણમાં કામ કરવા લાગ્યો હતો. તે આરોપીને પકડવા પોલીસ મજૂરનો વેશ ધારણ કર્યો હતો.

છત્તિસગઢમાં આવેલી દેશની સૌથી મોટી કોલસાની ખાણ પૈકીની ગેવરા કોલાસની ખાણમાં માથે અને ગળે ઘમચા બાંધીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ ટ્રક ડ્રાઈવરના પહેરવેશમાં પહોંચી ગઈ હતી. અહિંથી સુરતમાં વર્ષ 2013થી 2015 સુધીમાં 11 જેટલી ટ્રક ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા વોન્ટેડ આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. આ દરમિયાન ગેવરા ખાણમાં ટ્રક ડ્રાઈવિંગનું કામ કરતાં આરોપી મોહંમદ એકલાખ મહેમુદ ખાન પર વોચ ગોઠવી હતી.

રાત્રિના સમયે જેવો એકલાખ મહેમુદ ખાન ટ્રક ડ્રાઈવિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ટ્રક ડ્રાઈવરના પહેરવેશમાં પહોંચેલા ક્રાઈમ બ્રાંચના જવાનોએ તેને ઝડપી લીધો હતો. જેથી 11 ટ્રક ચોરીના ગુનાના ભેદ ઉકેલાવાની દિશામાં મુખ્ય આરોપી ઝડપાઈ ગયો હતો. ત્યારે સુરત લાવીને પોલીસ દ્વારા હવે આ ગુનામાં કોણ કોણ સામેલ હતું તથા ચોરેલી ટ્રક સહિતના મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top