SURAT

કાપોદ્રાના હીરાના કારખાનામાં એવું શું થયું કે પોલીસે 7 રત્નકલાકારોને પકડી લીધા

સુરત : કાપોદ્રા ખાતે આવેલી ગાયત્રી સોસાયટીમાં હીરાના કારખાનામાં પોલીસે રેઈડ કરીને 7 રત્નકલાકારોને જુગાર રમતા પકડી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા 12620 રૂપિયા કબજે કરાયા હતા.

કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગાયત્રી સોસાયટી ખાતા નં. 29,30 ના પહેલા માળે હીરાના કારખાનામાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેઈડ કરતા જુગાર રમતા રત્નકલાકાર વિપુલ સવજીભાઇ રાઠોડ ( ઉ.વ.32, રહે.29,30, રાજુભાઇ ભાદાણીના કારખાનામાં, ગાયત્રી સોસાયટી, કાપોદ્રા, સુરત ), વાસુર ખીમજીભાઇ મકવાણા ( ઉ.વ.32, રહે.32, રાધેશ્યામ ભાઇના ખાતામાં, ગાયત્રી સોસાયટી, કાપોદ્રા, સુરત ), સુખા રામભાઇ ડાભી ( ઉ.વ.30, રહે.253, અનિલભાઇના ખાતામાં, ગાયત્રી સોસાયટી, કાપોદ્રા, સુરત ), યશ હરસુખભાઇ આંત્રોલીયા ( ઉ.વ.19, રહે.29,30, રાજુભાઇ ભાદાણીના ખાતામાં, ગાયત્રી સોસાયટી, કાપોદ્રા, સુરત ), મીઠા સોંડાભાઇ મકવાણા ( ઉ.વ.26, રહે.39, બીજો માળ, વિશાલભાઇના ખાતામાં, ગાયત્રી સોસાયટી, કાપોદ્રા, સુરત ), ધર્મેશ હીંમતભાઇ મકવાણા ( ઉ.વ.22, રહે.29,30, રાજુભાઇ ભાદાણીના ખાતામાં, ગાયત્રી સોસાયટી, કાપોદ્રા, સુરત ) અને લાલજી લાખાભાઇ ચૌહાણ ( ઉ.વ.29, રહે.એબી 16, અક્ષરધામ સોસાયટી, કાપોદ્રા, સુરત ) ને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂ.12,620 કબજે કરી કાર્યવાહી કરી હતી.

વરાછામાં આઈપીએલ મેચ ઉપર મોબાઈલમાં ઓનલાઈન સટ્ટો રમતો યુવક પકડાયો
સુરત: વરાછા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વરાછા હેપી બંગ્લોઝ પાસે વર્ણીરાજ એપાર્ટમેન્ટના બીજા માળે ઘર નંબર 202 પાસે દાદર પર મિલન નામનો વ્યક્તિ મોબાઈલમાં વેબસાઈટ ઉપર આઈપીએલ મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે રેઈડ કરતા મળી આવેલા વ્યક્તિનું નામ પુછતા પોતે મિલન ભાણજીભાઈ ધીંગાણી (ઉ.વ.30, રહે. વર્ણીરાજ એપાર્ટમેન્ટ, વરાછા) હોવાનું જણાવ્યું હતું. તેનો મોબાઈલ ચેક કરતા આઈપીએલ લખનઉ સુપર જોઈન્ટસ તથા દિલ્હી કેપિટલ્સ ટીમ વચ્ચે મેચ પર સટ્ટો રમતો હતો. તેની આઈડી બાબતે પૂછતા જીતેન્દ્ર ઉર્ફે લાલો પટેલ (રહે. આનંદવાટીકા સોસાયટી, વેલંજા) પાસેથી લીધી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top