SURAT

બોલો, સુરતની પોલીસે સાચવીને મુકેલી કાર ચોર ચોરી ગયો

સુરત: (Surat) અડાજણ મામલતદારે (Mamlatdar) બાયોડિઝલના (Bio Diesel) વાહનમાં (Vehicle) ઉપયોગમાં લેવાતી બોલેરો (Bolero) સિઝ કરી (Seize) અમરોલી પોલીસની દેખરેખમાં રાખી હતી. દરમિયાન આ બોલેરોની મેદાનમાંથી કોઈ અજાણ્યો ચોરી કરી જતા અમરોલી પોલીસ સ્ટેશનમાં 2.50 લાખની બોલેરો ચોરીની (Car Theft) ફરિયાદ નોંધવામાં આવી છે.

  • અડાજણના મામલતદારે વરીયાવ ગામની સીમમાંથી બાયોડીઝલ લઈ જતી કાર પકડી સિઝ કરી પોલીસને સોંપી હતી
  • બાયોડિઝલ વહન કરવાના ગુનામાં પકડાયેલી બોલેરો ચોર ખુલ્લા મેદાનમાંથી ઉઠાવી ગયો, હવે રૂ.2.50 લાખની બોલેરો ચોરીની ફરિયાદ નોંધાઈ

અમરોલી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ અડાજણ મામલતદાર દ્વારા સપ્ટેમ્બર 2021ના રોજ અમરોલી સાયણ રોડ રેલવે ફાટકની આગળ વરીયાવ ગામની સીમમાંથી બાયોડીઝલનો જથ્થો લઈ જતી બોલેરો પીકએપ વાન (જીજે-01-ડીઝેડ-1461) મુદ્દામાલ સાથે સીઝ્ડ કરી હતી. આ પીકઅપ વાન અમરોલી પોલીસની દેખરેખમાં વરીયાવ ગામની સીમમાં સર્વે નં.948 ખાતે મુકી હતી. અમરોલી પોલીસ અવાર નવાર આ બોલેરો અને મુદ્દામાલ ચેક કરતી હતી. છેલ્લે ગત 5 જાન્યુઆરી 2022ના રોજ બોલેરો ચેક કરતા સ્થળ પરથી ગાયબ હતી. પોલીસે બોલેરોના માલિક ધર્મેશ ભરવાડનો સંપર્ક કરતા સંપર્ક થઈ શક્યો નહોતો. પોલીસે અરજીના આધારે તેની તપાસ હાથ ધરી હતી. પરંતુ બોલેરો નહીં મળતા અંતે અમરોલી પોલીસ સ્ટેશનમાં પોલીસે ખૂદ ફરિયાદી બની 2.50 લાખની બોલેરો ચોરીનો ગુનો દાખલ કર્યો છે.

કતારગામની હોસ્પિટલના કન્સલ્ટીંગ રૂમમાંથી 8.50 લાખ રોકડ અને સોનાની ચેઈન સહિત 9.76 લાખની ચોરી
સુરત : કતારગામની નમ્રતા હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે એક અજાણ્યો કન્સલ્ટીંગ રૂમના ટેબલોના ડ્રોઅર તોડી તેમાંથી રોકડા સાડા આઠથી નવ લાખ રૂપિયા અને સોનાની ચેઈન, વીંટી મળીને કુલ 9.76 લાખની ચોરી કરી ગયો હતો. કતારગામ પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે. સુમુલ ડેરી રોડ પર સરદારનગર સોસાયટીમાં રહેતા 49 વર્ષીય ડો. મુકુન્દ રમેશભાઇ પટેલ કતારગામ સિંગણપુર રોડ, નારાયણ નગરની બાજુમા, લક્ષ્મીનગર સોસાયટી સી/૧ મા નમ્રતા હોસ્પિટલ ચલાવે છે. તેમણે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે રાત્રે અજાણ્યો ચોર મોઢે રૂમાલ બાંધીને બારીની ગ્રીલ તોડીને બારીમાંથી હોસ્પિટલમાં પ્રવેશ કર્યો હતો. કન્સલ્ટીંગ રૂમના ટેબલોના ડ્રોઅરો તોડી ડ્રોઅરના ખાનામાંથી આશરે સાડા આઠથી નવ લાખ રૂપિયા રોકડા તથા એક સોનાની ચેઇન ૧૮.૪૪૦ ગ્રામ કિ.રૂ.૫૭,૭૨૩ તથા સોનાની વીંટી ૫.૯ ગ્રામની રૂ.૧૮,૪૯૮ તથા સ્ટાફના બચતના રૂપિયા મળી કુલ રૂ.૯,૭૬,૨૨૧ ના મત્તાની ચોરી કરી નાસી ગયો હતો. ડોક્ટરોએ હોસ્પિટલના સીસીટીવીમાં ચેક કરતા એક અજાણ્યો નજરે પડે છે. કતારગામ પોલીસે ફરિયાદ દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે. હાલ કોઈ જાણબેદુ હોવાની શક્યતા સેવાઈ રહી છે.

Most Popular

To Top