SURAT

સુરતમાં જાહેરમાં મહિલાઓ સાથે ઊભા રહી કેક કાપનાર એસીપી ચૌહાણની ભૂજમાં બદલી

સુરત: (Surat) વર્દીના રોફમાં છાકટા થયેલા એસીપી એપી ચૌહાણ દ્વારા તેમની જન્મદિવસે સરેઆમ મહિલાઓ સાથે ઉભા રહીને રીંગરોડ પરજ કેક (Cake) કાપીને કોવીડના સમયે જલસો કરવાનુ આખરે ભારે પડી ગયુ છે. એસીપી એપી ચૌહાણનો 3 મહિના પહેલા વિડીયો વાયરલ થતા ભારે વિવાદ થયો હતો, આ વિડીયો વાયરલ થતાજ તેઓએ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલોના માસ્ક (Mask) વગરનો ફોટો પત્રકારોના ગ્રુપમાં અપલોડ કરી દીધો હતો. તેમાં તેઓએ ભડના દિકરા હોવતો આ ફોટો વાયરલ કરો. આ મામલે ચોરી ઉપરથી સીનાજોરીનું વર્તન દાખવનાર આ અધિકારીની આકરી ટીકા થઇ હતી.

  • એસીપી એપી ચૌહાણનો 3 મહિના પહેલા વિડીયો વાયરલ થતા ભારે વિવાદ થયો હતો
  • ચૌહાણે પોતાનો વિડીયો વાઈરલ થતાં સીઆર પાટીલનો માસ્ક વિનાનો ફોટો મુકી પડકાર ફેંક્યો હતો
  • ચોરી ઉપરથી સીનાજોરીનું વર્તન દાખવનાર આ અધિકારીની આકરી ટીકા
  • એસીપી ચૌહાણના સ્થાને એમ.એચ.ઠાકરેની નિમણુંક કરવામાં આવી

દરમિયાન કમિ અજય તોમર દ્વારા આ મામલે તાત્કાલિક તો કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી પરંતુ 3 મહિના પછી આ ઉચ્ચ અધિકારીની બદલી કચ્છ ભૂજ ખાતે કરવામાં આવી છે. આમ સરેઆમ જન્મદિન ઉજવવાનુ એસીપી એપી ચૌહાણને આખરે ભારે પડી ગયુ હતુ. સરવાળે સત્તાધીશો સામે શાણપણ ન કરવાનુ હોય તે કહેવતને ન અનુસરવાની કિંમત ટ્રાફિક એસીપીએ ભોગવવી પડી છે. એસીપી ચૌહાણની જગ્યાએ પોલીસ ઇન્સ્પેક્ટરથી એસીબી તરીકે બઢતી પામેલા એમ.એચ. ઠાકરેની નિમણૂંક કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તફડંચીમાં ઝડપાવેલા પાંચ મોબાઇલ ઝડપયા

સુરત : ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાંચ ચોરીના મોબાઇલ સાથે હીસ્ટ્રીશીટરને ઝડપી પાડયો હતો. તેમા જે વિગત જાણવા મળી છે તે પ્રમાણે આરોપી સતીષ લંગડો, ઉ. વર્ષ 25, રહેવાસી ડીંડોલી, કંજરવાડ, ધંધો પાનનો ઘલ્લા પાસેથી કુલ 57000નો મોબાઇલ ફોન ઝબ્બે કર્યા હતા. પોલીસે પૂછપરછ કરતા આ માલ તે રેલવે યાર્ડમાં આવેલા બે અજાણ્યા ઇસમોએ તેને વેચી માર્યા હતા. દરમિયાન આ ફોન વેચીને રોકડી કરવાની લાલચે તેણે તમામ પાંચ મોબાઇલ ફોન ખરીદી લીધા હતા. શહેરના વિવિધ પાંચ પોલીસ સ્ટેશનોમાંથી આ પાંચ મોબાઇલ ફોનની તફડંચી થઇ હોવાની વિગત પોલીસ ચોપડે દાખલ થઇ છે. પોલીસ દ્વારા સતીષ લંગડાની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top