SURAT

સુરત પોલીસનો અત્યાચાર: યુવકને લોકઅપમાં ચાર દિવસ ગોંધી માર્યો, તબિયત બગડી તો છોડી મુક્યો

સુરત(Surat) : સુરત શહેર પોલીસનું (SuratCityPolice) વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. ઉમરા (Umara) પોલીસે ચોરીના (Theft) કેસમાં શંકાસ્પદ યુવકને ચાર દિવસ સુધી લોકઅપમાં (LockUp) ગોંધી રાખી ઢોર માર માર્યો છે. તાવ અને ખેંચ આવ્યા બાદ યુવકને રઝળતો મુકી દીધો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પરિવારજનોની મદદથી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા યુવકે ઉમરા પોલીસ પર સનસનીખેજ આરોપ મુકતા ચકચાર મચી ગઈ છે.

  • લગ્નપ્રસંગના ગ્રાઉન્ડના પાર્કિંગમાં પાર્ક કારમાંથી દાગીના ચોરાતા ઉમરા પોલીસે યુવકને ચાર દિવસ ગોંધીને માનસિક ટોચર કરી માર માર્યો હોવાનો આરોપ

ઉધના સંજય નગરના એક યુવકને ચોરીના આરોપમાં ઉપાડી 4 દિવસ સુધી ઉમરા પોલીસે માનસિક ત્રાસ આપી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયેલા પીડિત યુવક મનીષ બર્માએ જણાવ્યું કે કાર પાર્કિંગમાં પાર્ક કારમાંથી 4-5 લાખની સોનાની બગડી-ઝૂમખાં ચોરાઈ જતા પોલીસ તેમને ઉપાડી ગઈ હતી. ચાર દિવસ સુધી માર માર્યો ખેંચ અને તાવ આવતા સોમવારે સિવિલ લઈ આવી પણ દાખલ ન થવા દીધો હતો. રાત્રે છોડી દીધા બાદ ફરી તબિયત બગડતા આજે બહેનની મદદથી સિવિલમાં સારવાર માટે દાખલ થયો છે.

મનીષ ફુલચંદ બર્મા એ જણાવ્યું હતું કે તેઓ VIP ઓલેટ પાર્કિંગ કંપનીમાં કામ કરે છે. આ કંપની લગ્નપ્રસંગ સહિતના કાર્યક્રમોમાં કાર પાર્કિંગની રખેવાળીની જવાબદારી ઉપાડે છે. પીપલોદના એક ગ્રાઉન્ડ ઉપર લગ્ન પ્રસંગમાં તેમને કાર રખેવાળની જવાબદારી મળી હતી. રાત્રી દરમિયાન કારમાંથી સોનાના દાગીના ચોરાઈ ગયા હતા. એ કેસમાં કંપનીનો માલિક બીજા દિવસે તેમને ફરિયાદીના ઘરે લઈ ગયા હતા. પૂછપરછ બાદ ફરિયાદી અને શેઠે તેમને મારીને દાગીના આપી દેવા દબાણ કર્યું હતું. જોકે દાગીના તેમને નથી લીધા એ વાત પર મક્કમ રહેતા પોલીસને સોંપી દેવાયો હતો.

વધુમાં તા. 26 થી 29 તારીખ સુધી પોલીસે તેમને કસ્ટડીમાં રાખ્યા હતા. માનસિક ત્રાસ આપી દાગીના આપી દેવા દબાણ કરતા હતા. માર મારતા સોમવારની બપોરે તેમને તાવ અને ખેંચ આવતા જમીન પર પડી ગયા હતા. 108ની મદદથી તેમને સિવિલ લવાતા ડોક્ટરો દાખલ કરી રહ્યા હતા. પરંતુ પોલીસે દાખલ થવા ન દીધો. પોલીસ સ્ટેશન લઈ જઈ ફરી માનસિક ટોચર અને મૂઢ માર મારવામાં આવ્યો હતો. કઈ નહીં મળતા રાત્રે છોડી દેવાયો હતો. હાલ સિવિલમાં સારવાર ચાલી રહી છે.

Most Popular

To Top