સુરત(Surat): કહેવાય છે કે કરેલા પાપ કર્મોની સજા આ જીવનમાં જ ભોગવવી પડે છે. એવું જ બન્યું છે ઉત્તરપ્રદેશના 60 વર્ષીય વશિષ્ઠ નારાયણ સાથે. 27 વર્ષ પહેલાં 11 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરનાર વશિષ્ઠ નારાયણને સુરત પોલીસે 27 વર્ષ બાદ પકડી પાડ્યો છે અને હવે તે જેલના સળિયા ગણી રહ્યો છે.
- અંબાજી મંદિરે લઈ જવાના બહાને બાળકીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું
- પાંડેસરા પોલીસ આરોપીને તેના વતન ઉત્તરપ્રદેશમાંથી ઊંચકી લાવી
- આરોપીએ ગુનો કર્યો ત્યારે 33 વર્ષનો હતો અત્યારે 60 વર્ષનો છે ત્યારે પોલીસના હાથે લાગ્યો
પાંડેસરા (Pandesara) ખાતે પડોશમાં રહેતી બાળકીને (Girl) 27 વર્ષ પહેલા અંબાજી મંદિર (AmbajiTemple) લઈ જવાના બહાને અપહરણ (Kidnap) કરી લઈ જઈ દુષ્કર્મ (Rape) કરનાર વોન્ટેડ (Wanted) આરોપીને પાંડેસરા પોલીસે પકડી (Arrest) પાડ્યો છે. આરોપી તેના વતન ઉત્તરપ્રદેશમાં (UP) હોવાની માહિતી મળી હતી.
પાંડેસરા ખાતે ગણેશનગર પાસે વર્ષ 1997 માં રહેતી 11 વર્ષની બાળકીને તેમના ઘર પાસે રહેતો યુવક વશિષ્ઠ નારાયણ રમાડવા માટે ગોદમાં લેવાની વાત કરી બાદમાં અંબાજી મંદિર જવાના બહાને લઈ ગયો હતો અને બાદમાં બાળકી સાથે દુષ્કર્મ આચરી પોલીસની નજર ચુકવી ફરાર હતો.
આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 2 ફેબ્રુઆરી 1997 માં અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપી આજદિન સુધી વોન્ટેડ હોવાથી કોર્ટમાંથી આરોપીનુ સીઆરપીસી 70 મુજબનુ વોરન્ટ ઇસ્યુ કરાયું હતું. આરોપીને પકડવા માટે પોલીસની ટીમ સતત કામે લાગી હતી.
દરમિયાન પાંડેસરા પોલીસની ટીમને આરોપી વશિષ્ઠ નારાયણ રામનરેશ વિશ્વકર્મા હાલમાં ઉત્તર પ્રદેશ ખાતે પોતાના વતનમાં હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસની એક ટીમ રવાના થઈ હતી. અને આરોપી વશિષ્ઠ નારાયણ રામનરેશ વિશ્વકર્મા (ઉં.વ.60, રહે. પવન પેલેસ બરોલી ગાર્ડન પાસે કડોદરા તથા મુળ પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ) ને પકડી પાડ્યો હતો.