SURAT

રિક્ષામાં ડ્રગ્સ વેચવા બેઠેલા બે બાળકો સહિત ચાર જણાને સુરત પોલીસે પકડ્યા

સુરત: વેસુ (Vesu) વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ (Drugs) સાથે એક બાળ આરોપી સહિત બે ઈસમોને સુરત પોલીસે (SuratPolice) ઝડપી (Arrest) પાડયા હતા. સોમેશ્વરા ચાર રસ્તા પાસેથી ગેરકાયદેસર 20.76 ગ્રામના મેફેડ્રોન નાર્કોટિક્સ નામના ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરાઇ છે. એટલું જ નહીં પણ પકડાયેલું MD ડ્રગ્સ રૂપિયા 2.7 લાખની કિંમતનું હોવાનું સામે આવ્યું છે.

પોલીસે જણાવ્યું હતું કે, નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન અંતર્ગત મળેલી બાતમીના આધારે વેસુ સોમેશ્વરા ચાર રસ્તા પરથી આગળ અભિષેક પાર્ક સી-વીંગની સામે જાહેર રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન રિક્ષા (નંબર જીજે 5 બીવી 1336) શંકાસ્પદ હાલતમાં જણાતા તેને પકડી તેમાં બેઠેલા બે આરોપીઓ તથા બાળ કિશોરની તપાસ કરતા ગેરકાયદેસર મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

વધૂમ જણાવ્યું હતું કે, આરોપીઓ પાસેથી 20.76 ગ્રામ ડ્રગ્સ, મોબાઈલ ફોન નંગ 5, રોકડા 900 રૂપિયા તથા રિક્ષા સહિત કુલ 3.33 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં (1)મોહમદ ઉમર મોહમદ યુસુફ શેખ રહે. રૂદરપુરા બોમ્બ કોલોની નાડીયાવાડની બાજુમાં પ્લોટ નંબર 27 હરઈ મંજીલની સામે (2) ઉઝેર મોહમદદ ઈકબાલ શેખ રહે. ત્રીજા માળે મદીના પેલેસ રૂદરપુરા હિન્દુ ગાર્ડન કોલોનીની પાછળ બન્ને આરોપીઓ તથા બાળ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતાં. આ ત્રણેક છૂટકમાં વેચાણ કરતા હોવાની કબૂલાત કરી છે. આગળની તપાસ ચાલુ છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સિટી ઝુંબેશ ઉપાડવામાં આવી છે. છેલ્લાં એક વર્ષ કરતા વધુ સમયથી સુરત શહેર પોલીસ ડ્રગ પેડલર્સને ડામવા માટે કટીબદ્ધ છે. ડ્રગ પેડલર્સની મૂવમેન્ટ પર સુરત પોલીસ સતત નજર રાખે છે, જેના લીધે પેડલર્સ અવનવી તરકીબો અજમાવીને ડ્રગની હેરફેર કરી રહ્યાં છે.

આ કેસમાં પણ ડ્રગ પેડલર્સે બાળકોનો ઉપયોગ ડ્રગની હેરફેર અને વેચાણ માટે કરતા હોવાનું ધ્યાન પર આવ્યું છે. હાલ પોલીસે બે બાળ આરોપી સહિત ચાર જણાને પકડી લીધા છે. બે ઈસમોની પૂછપરછ ચાલી રહી છે.

Most Popular

To Top