સુરત: સોશિયલ મીડીયાના માધ્યમથી વિદેશી સાથે દોસ્તી કરવાનું ક્યારેક ભારે પડે છે. સુરતમાં આવો જ એક કિસ્સો બન્યો છે. સોશિયલ મીડિયા (Social Media) પર ફ્રેન્ડશીપ (FriendShip) કર્યા બાદ ફ્રાંસથી (France) ગિફ્ટ (Gift) મોકલાવ્યું હોવાનું કહી લાખો રૂપિયાની ઠગાઈ ની ફરિયાદ સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. સુરત પોલીસે આ કેસમાં રાત દિવસ મહેનત કરી છેક દિલ્હીથી નાઈઝીરીયન (Nigerian) આરોપીને ઝડપી પાડ્યો છે. નાઈઝીરીયને ધૂતારાએ ઠગાઈ કરવા માટે દિલ્હી એરપોર્ટના (Delhi Airport) ઈમીગ્રેશન, રિઝર્વ બેન્કના (RBI) ફેક આઈડીનો ઉપયોગ કર્યો હતો.
- વોટ્સએપ પર દોસ્તી કરવાનું ભારે પડ્યું, 57.39 લાખ ગુમાવ્યા
- સુરત સાયબર ક્રાઈમ પોલીસ આરોપીને છેક દિલ્હીથી પકડી લાવી
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 1 મે 2022ના રોજ સુરતના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ અનુસાર મોબાઈલ નં. +229 5434 6992, +229 5752 1739, +229 5738 5890 તથા મોબાઈલ નં. 8798591508 ઉપરથી ફોન કરી દિલ્હી એરપોર્ટ ઈમીગ્રેશનમાંથી બોલતા હોવાની ખોટી ઓળખાણ આપી તથા ઈ મેઈલ આઈડી ઉપરથી ઈ મેઈલ મોકલનાર ઈસમોએ પૂર્વ આયોજિત કાવતરુ રચી હેરી નામના વ્યક્તિએ ફરિયાદીને ફ્રાંસથી ગિફ્ટ મોકલી હોવાનું કહ્યું હતું.
આ ગિફ્ટ લગ્ન કરવા માટેના પ્રપોઝલ તરીકે મોકલાવેલા હોવાનું જણાવી મોબાઈલ નં. 8798591508 ઉપરથી ફોન કરનાર પ્રિયા નામની યુવતીએ ફરિયાદીને પાર્સલ છોડાવવા માટે તથા પાઉન્ડને ઈન્ડીયન કરન્સીમાં કન્વર્ટ કરવા માટે અલગ અલગ ચાર્જ માંગ્યા હતા. તેમજ રિઝર્વ બેન્કના નામનું ફેક ઈ-મેઈલ આઈડી બનાવી તેમાંથી મેઈલ કરી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરીકેની ખોટી ઓળખ આપી પાર્સલમાં આવેલા રૂપિયા ઈન્ડિયન કરન્સીમાં ટ્રાન્સફર કરી ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના ચાર્જ પેટે તથા હેરીને એરપોર્ટ ખાતે અરેસ્ટ કર્યો હોવાના અને તેને છોડાવવા માટે રૂપિયા માંગ્યા હતા. આ રીતે ટૂકડે ટૂકડે ફરિયાદી પાસેથી રૂપિયા 57,39,500 અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી.
ફરિયાદ બાદ સુરત પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન સુરત પોલીસે દિલ્હી ખાતેથી નાઝીરીયન આરોપી બેનાર્ડ ચુકવુનસો એલેક્ઝેન્ડ ઓનોરાહ (ઉં.વ. 26, 56-એ, બ્લોક બી, મનસા રામ પાર્ક, મતીયાલા એક્ટેન્શન, કિરણ ગાર્ડન પાસે ઉત્તમનગર, નવી દિલ્હી)ને ઝડપી પાડ્યો હતો. નાઈઝીરીયન આરોપીને પકડી પોલીસ સુરત લઈ આવી કાર્યવાહી હાથ ધરી છે.