SURAT

સુરતને ડ્રીમ સીટી, બાયોડાયવર્સિટી પાર્ક સહિત આ વિકાસનાં કામોની ભેટ આપશે પી.એમ મોદી

સુરત : સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation)ના 3400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડા પ્રધાન(Pm Modi)ના હસ્તે કરવામાં આવશે. વડા પ્રધાનના 29 સપ્ટેમ્બર કાર્યક્રમ માટે વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. સુરતના પ્રભારી સચિવની અધ્યક્ષતામાં બેઠકના દોર શરૂ કરવામાં આવ્યા છે. 29 સપ્ટેમ્બરના કાર્યક્રમનો લઈને ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરતના લિંબાયત(Limbayat) વિસ્તારના વડાપ્રધાનના કાર્યક્રમ માટે સુરત પાલિકાએ 12 કરોડથી વધુના ટેન્ડર(Tender) મંજૂર કરી દીધા છે. આ દિવસે વડાપ્રધાન મોદી સુરત મ્યુનિસિપલના 3150 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરશે.

  • મોદી ડ્રીમ સિટીનો રૂ.370 કરોડનો પ્રોજેક્ટ સહિત 3400 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે
  • સુરત મનપા કમિશનર બંછાનિધિ પાની, કલેકટર આયુષ ઓક સહિત ગાંધીનગરના અધિકારી વચ્ચે સંકલનની બેઠક યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29મી સપ્ટેમ્બરે લિંબાયત ખાતે નિલગીરી ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધન કરશે. આ કાર્યક્રમ માટે આજે સુરત જિલ્લાના પ્રભારી સચિવ થેન્નારાસન દ્વારા એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધિ પાની અને કલેકટર આયુષ ઓક સહિત ગાંધીનગરથી વિશેષ ફરજ પર મૂકવામાં આવેલા અધિકારી વચ્ચે સંકલનની બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન મોદીના સુરત પ્રવાસ દરમિયાન પાણી પુરવઠાના રૂ.672 કરોડના કાર્યો, રૂ.890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, રૂ.370 કરોડના ડ્રીમ (DREAM) સિટીના કાર્યો, રૂ.139 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક તેમજ અન્ય વિકાસકાર્યો જેવાં કે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ/બીઆરટીએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વેહિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. 

કરોડોનાં ખર્ચે તૈયાર થયો ડ્રીમ સિટીનો મુખ્ય પ્રવેશ દ્વાર
સુરતના હીરા ઉદ્યોગના વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલો મહત્વાકાંક્ષી ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (DREAM) સિટી પ્રોજેક્ટ પુરજોશથી આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ સિટીના રૂ.103.40 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-1 રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું લોકાર્પણ કરશે. આ સાથે જ, રૂ.9.53 કરોડના ખર્ચે તૈયાર થયેલા ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત, ફેઝ-૨ના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, વડાપ્રધાન ડ્રીમ સિટીના કુલ રૂ.369.60 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

સુરતમાં 139 કરોડના ખર્ચે બનશે નવો બાયોડાયવર્સિટી પાર્ક
વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ અને પર્યાવરણની જાળવણી કરવાના ઉદ્દેશથી સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ડૉ. હેડગેવાર બ્રિજથી ભીમરાડ-બમરોલી બ્રિજ સુધીના ભાગમાં કાંકરા ખાડી પાસે આશરે 87.50 હેક્ટર ખુલ્લી જગ્યામાં બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે. આ બાયોડાયવર્સિટી પાર્કમાં 13 કિમી લાંબી વોકિંગ ટ્રેઇલ્સ બનાવવામાં આવશે. અહીં કુલ ૮૫ જાતની વિવિધ વનસ્પતિઓ તેમજ 6 લાખ જેટલાં વિવિધ વૃક્ષો અને છોડવાઓ રોપવામાં આવશે. રૂ.139 કરોડના ખર્ચે તૈયાર થનારા આ બાયોડાયવર્સિટી પાર્કમાં વોકિંગ ટ્રેઇલ્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે હશે. આ સ્વચ્છ, હરિયાળો પાર્ક મુલાકાતીઓની શારીરિક અને માનસિક સ્થિતિ જાળવવામાં મદદરૂપ થશે. ઉપરાંત, પાર્કની જાળવણી, બાગાયત તેમજ હાઉસ કિપીંગ માટે કર્મચારીની જરૂર પડશે, જેના કારણે રોજગારીની તકો ઊભી થશે.

Most Popular

To Top