SURAT

પીપોદરા GIDC માંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ પકડાયું, ટ્રક સાથે ડ્રાઇવરની ધરપકડ

સુરત: સુરત (Surat) જિલ્લામાં વધુ એકવાર સરકારી (Goverment) અનાજનો કૌભાંડ (Grain Scam) સામે આવ્યું છે. જેમાં સરકારી અનાજ ભરેલી ટ્રક સાથે ગોડાઉન ઝડપાતા પુરવઠા વિભાગ દોડતું થઈ ગયું હતું. એટલું જ નહીં પણ ગરીબો માટે આવેલુ સરકારી અનાજ ઓલપાડના અનાજ માફિયા ચંદ્રશ ખતીકના કહેવા પર સગેવગે કરાતું હોવાનું બહાર આવતા તેને વૉન્ટેડ (Wanted) જાહેર કરાયો હતો. પીપોદરા GIDCમાંથી સરકારી અનાજ ભરેલી ટ્રક સહિત ડ્રાઇવરની પોલીસે (Police) ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

  • પીપોદરા GIDCમાંથી સરકારી અનાજ ભરેલી ટ્રક સહિત ડ્રાઇવરની પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી
  • ગરવમેન્ટ ઓફ હરિયાણા અને ગુજરાત સરકારની સરકારી અનાજની બોરી મળી આવી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારી અનાજની બોરીમાંથી અન્ય પ્લાસ્ટિક ની બોરીઓમાં અનાજ ને પલ્ટી કરી સગેવગે કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. હાલ ગરવમેન્ટ ઓફ હરિયાણા અને ગુજરાત સરકારની સરકારી અનાજની બોરી મળી આવી છે. કોસંબા પોલીસે ટ્રક ચાલકની અટક કરી પૂછપરછ હાથ ધરી છે.

વધુમાં જાણવા મળ્યું હતું કે, ઘટનાની જાણ બાદ માંગરોળ મામલતદાર અને પુરવઠા અધિકારી સ્થળ તપાસ માટે દોડી આવ્યા હતા. હાલ ટ્રકનો ડ્રાઇવર કોસંબા પોલીસની કસ્ટડીમાં હોવાનું સામે આવ્યું છે. ગરીબોને અપાતા સરકારી અનાજનો જઠ્ઠો સગેવગે કરાતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અનાજ માફિયાઓ સુરત જિલ્લામાં બેફામ હોવાનું અને પુરવઠા વિભાગ ની મિલીભગત બાદ જ આટલું મોટું કૌભાંફ કરાતું હોવાની વાતને નકારી શકાય નહીં.

Most Popular

To Top