SURAT

પીજીને અઢી લાખ,મેડિકલ ઓફિસરને સવા લાખ જ્યારે અમને ઠેંગો : ઇન્ટર્ન તબીબોનો આક્રોશ

surat : સુરત નવી સિવિલ હોસ્પિટલ ( civil hospital) સંલગ્ન સરકારી મેડિકલ કોલેજ ( medical college) માં ફરજ બજાવતા આશરે સવા ચારસો જેટલા ઇન્ટર્ન ડોક્ટર્સ ( intern docters) આગામી દિવસોમાં સ્ટાઇપેન્ડને મામલે નવાજૂની કરવાના મૂડમાં છે. સરકારેને તેમને સ્ટાઇપેન્ડ નહીં વધે તો આગામી પહેલી મેથી કામગીરીનો બહિષ્કાર કરવા ચીમકી આપી છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન સરકારી મેડિકલ કોલેજ કેમ્પસ ફરી આંદોલનની ચિનગારી ઊઠી છે. આ વખતે પહેલા, બીજા અને ત્રીજા વર્ષના તમામ ઇન્ટર ડોક્ટર્સ એકજૂટ થઇ સ્ટાઇપેન્ડ વધારાની માંગ કરે છે. આ અંગે શનિવારે સરકારી મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર્સ એસોસિયેશન (JDA) એ સ્ટાઇપેન્ડ ચાળીસ ટકા વધારાની માંગણી કરતો પત્ર ડીનને પાઠવી દીધો છે. જેડીએએ રાજ્યના એડિશનલ ડાયરેક્ટર મેડિકલ એજ્યુકેશન સહિત સંબંધિત તમામ વિભાગમાં પાટનગર ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી સ્ટાઇપેન્ડ વધારો માંગણી કરી છે.

ઇન્ટન ડોક્ટર્સનું કહેવું છે કે, સરકારે દર ત્રણ વરસે સ્ટાઇપેન્ડ વધારો કરવા ઠરાવ કર્યો હતો. પરંતુ આ વખતે હજી સુધી તેમને કોઇ લાભ મળ્યો નથી. સરકારે કોરોના જોઇ પીજી ડોક્ટરને મહિને અઢી લાખ રૂપિયા, મેડિકલ ઓફિસરને સીધા મહિને સવા લાખ પગાર કરી આપ્યો છે. પરંતુ કોવિડની નેવું ટકા કામગીરી કરનારા રેસિડન્ટ ડોક્ટર્સને સરકારે ઠેંગો બતાવ્યો છે. જેને લઇ જુનિયર ડોક્ટર લાલપીળા થઇ ગયા છે. તેમણે આગામી 30 એપ્રિલ સુધીમાં સરકાર માંગણી નહીં સ્વીકારે તો કોવિડ કામગીરીનો બહિષ્કાર કરવા નિર્ણય કયો છે. તેમનું કહેવું હતું કે, મોટા ભાગની કામગીરી ઇન્ટર્ન ડોક્ટર્સ પાસે કરાવાય છે. મોટા પગારદાર સાહેબ કરતાં તેઓ વધારે કામ કરે છે. તેવા સંજોગોમાં તેમનું સ્ટાઇપેન્ડ વધારાય એ જરૂરી છે.


સરકાર કહે છે કે ઇન્ટન ડોક્ટર્સ હજી છાત્ર! તો પછી ક્લિનિકલ કામ કેમ કરાવાય છે: જેડીએ

સરકારી મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સના સંગઠન જેડીએએ સરકાર ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું હતું કે, ગયા વરસે પણ કોરોનાની લહેર આવી એ વખતે ઇન્ટર્ન ડોક્ટર્સે કપરા સમયમાં વિકટ સ્થિતિનો સામનો કર્યો હતો. સરકારે પાસે ગયા વરસ અને આ વરસે જે કોરોનાની લહેર આવી એ વચ્ચે ઘણો સમય હતો. પરંતુ સરકારે વેન્ટિલેટર કે વ્યવસ્થા વધારવા કોઇ ગંભીરતા દાખવી નહીં, તેમણે આ અંગે સરકારમાં રજૂઆત કરી હતી. તો સરકારે તેમને હજી ડોક્ટર નહીં, પરંતુ છાત્ર ગણી તેમની વાત હળવાશથી લીધી હતી. જેને લઇ જુનિયર ડોક્ટર્સમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. તેમણે કહ્યું હતું કે, કોવિડમાં સૌથી વધારે કામ અને અલગ અલગ તમામ વિભાગોમાં ક્લિનિકલ કામ જુનિયર ડોક્ટર્સ પાસે લેવાય છે. તો તેમણે હવે આ કામથી અળગા રહેવા જાહેરાત કરી છે

Most Popular

To Top