Gujarat

કોરોનાથી નહીં પણ તેની દહેશતથી સુરતમાં 20 જ દિવસમાં 200થી વધુના મોત, 100થી વધુ મોત હાર્ટ એટેકને કારણે

સુરતઃ (Surat) શહેરમાં કોરોનાની મહામારી રોજના 100થી વધારે લોકોનો ભોગ લઈ રહી છે. ત્યારે છેલ્લા 20 દિવસમાં શહેરમાં માત્ર કોરોનાની દહેશતથી (Fear) જ 200થી વધારે લોકોનું મોત (Death) થયું હોવાનું સામે આવ્યું છે. કોરોનાની દહેશતથી શ્વાસમાં તકલીફ થવી, બેભાન થઈ જવું અને એટેક આવવાથી મોતના કિસ્સામાં વધારો થયો છે. કોવીડના ભયને કારણે લોકામાં દહેશત અને માનસિક ત્રાસદી વચ્ચે આ મૃત્યુઆંક (Mortality) વધ્યો હોવાની વિગત જાણવા મળી છે.

કોરોનાની મહામારીની સાથે સાથે તેનો ભય લોકોમાં વધુ ફરી વળ્યો છે. જ્યાં જોઈએ ત્યાં માત્ર કોરોનાની વાતો જોવા સાંભળવા મળી રહી છે. દરેકના પરિવારમાં, સોસાયટીમાં કોરોનાના દર્દી સંક્રમિત થઈ રહ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં તો મોટા સમૂહમાં પ્રતિબંધ ફરમાવાયો છે. બીજી તરફ હોસ્પિટલોમાંથી નીકળતી લાશોની અંતિમક્રિયા માટે સ્મશાનોમાં લાંબી લાઈનો લાગી રહી છે. આવા સંજોગોમાં હવે કોરોનાના દર્દીઓ સિવાય નોનકોવિડ મૃતદેહોની સંખ્યામાં પણ વધારો થયો છે. આશ્ચર્યજનક રીતે થયેલો આ વધારો સમજવા પ્રયાસ કરીએ તો છેલ્લા 20 દિવસમાં એટલે કે 1 એપ્રિલથી 20 એપ્રિલ સુધીમાં પોલીસના ચોપડે નોંધાયા હોય તેવા 72 કેસ છે.

આ તમામના મોત અચાનક બેભાન થવાથી, શ્વાસમાં તકલીફ પડવાથી થયા છે. આ સિવાય એટેક આવીને મોતને ભેટ્યા હોય તેવા આંકડા તો આમા સામેલ જ નથી. આ મૃત્યુઆંક વધવાનું કારણ લોકોમાં કોરોનાનો ભય છે. મોટા ભાગના લોકો સતત કોરોનાને સાંભળી, વાંચીને તણાવ અનુભવી રહ્યા છે. ઘણા દર્દીઓમાં કોરોનાના લક્ષણો નહીં હોવા છતાં પોઝિટિવ હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે આમાંથી ઘણા કોરોના પોઝિટિવ હોવાની વાતને નકારી શકાય નહીં. ઘણા ડરથી બેભાન થતા અને એટેક આવવાથી મરી રહ્યા છે.

નોનકોવિડ ફેસિલિટીની ઉણપને લીધે પણ મોતની સંખ્યા વધી
હોમ આઈસોલેશન હોય તેવા દર્દીઓને પણ હાર્ટમાં સોજો થઈ શકે છે. ત્યાં બીજી તરફ નોનકોવિડ દર્દીઓ જેમને ડાયાબિટિસ, પ્રેશર કે અન્ય બીમારી હોય અને તેમને સમયાંતરે રૂટિન ચેકઅપ કરવાનું હોય છે. તેવા દર્દીઓને ફોલોઅપ કરવા રેગ્યુલર જઈ ન શકતા પણ મોતનો આંકડો વધી રહ્યો છે.

આશ્ચર્યજનક રીતે બેભાન થઈને મોતને ભેટેલાના કિસ્સા

વૃદ્ધ બસમાં બેઠા બેઠા બેભાન થવાથી મોતને ભેટ્યા
ગત 13 એપ્રિલે સુરત બસ ડેપો ઉપર એક બસ અંબાજીથી આહવા જવા નીકળી હતી. આ બસ સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર ઉભી રહી ત્યારે બધા પેસેન્જર ઉતરી ગયા હતા. 72 વર્ષીય શંકરભાઈ પટેલ (કલોલ, ગાંધીનગર) બસની ઉભા હતા. આ વૃદ્ધને ઉતરવા માટે કન્ડકટર કહેવા જતાં તે પડી ગયા હતા. ત્યારે તે બેભાન મળી આવતા 108ને જાણ કરી હતી. 108 દ્વારા વૃદ્ધને તપાસી મૃત જાહેર કરાયા હતા. મહિધરપુરા પોલીસે અકસ્માત મોત દાખલ કરી હતી.

યુવક અચાનક લિફ્ટમાં જ બેભાન થતાં મોત થયું
ભટાર ખાતે રહેતા 32 વર્ષીય યુવરાજ કામળેનું ગત 19 એપ્રિલે લિફ્ટમાં અચાનક બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું. યુવરાજ લિફ્ટમાં બેભાન કઈ રીતે થયો અને બેભાન થતા મોત થવાનું કારણ અંગે કોઈ માહિતી મળી શકી નહોતી. જોકે ઉમરા પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કાપોદ્રા અને પાંડેસરામાં બે બાળકોનું પણ બેભાન થવાથી મોત
શહેરના કાપોદ્રા વિસ્તારમાં 9 અપ્રિલે 8 વર્ષીય બાળકનું અચાનક બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું. તેવી જ રીતે 16 એપ્રિલે પાંડેસરા વિસ્તારમાં 1.3 વર્ષના બાળકનું પણ ઝાડા-ઉલ્ટી થયા બાદ મોત નીપજ્યું હતું. આ સિવાય બે બાળકોના મોત કોરોનાની સારવાર દરમિયાન થયા છે. આવા કેટલાયે બાળકોનો જો ટેસ્ટ કરવામાં આવે તો પોઝિટિવ હોઈ શકે છે.

એન્ઝાઈટી અને પેનિક એટેકથી શ્વાસમાં તકલીફ થાય અને એટેક આવે છે
નવી સિવિલ હોસ્પિટલના તબીબ ડો.પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, હકીકતમાં મોતના સાચા આંકડા અંગે કોઈને ખબર જ નથી. લોકોમાં અત્યારે ભય છે કે કોરોના અમને થઈ જશે. અમને ઓક્સિજનની જરૂર પડશે. મોટા ભાગના લોકોને એન્ઝાઈટી અને પેનિક એટેકને લીધે મોતને ભેટી રહ્યાં છે.

છેલ્લા 20 દિવસમાં બેભાન અને શ્વાસમાં તકલીફ થતા મોત થયા હોય તેવા કેસ
તારીખ વિસ્તાર ઉમર જાતિ

  • 1- લીંબાયત 40 મહિલા
  • ખટોદરા-48 પૂ
  • ખટોદરા-20 પૂ
  • રાંદેર – 40 પૂ
  • જહાંગીરપુરા-40 પૂ
  • 2- કાપોદ્રા – 56 પૂ
  • લીંબાયત – 47 પૂ
  • ડીડોલી-38 પૂ
  • અડાજણ-65 મ (કોરોના પોઝિટીવ)
  • અડાજણ – 40 પૂ
  • 3- સલાબતપુરા – 80 પૂ
  • સલાબતપુરા – 45 પૂ
  • પાંડેસરા – 45 પૂ
  • 4- સરથાણા-47 પૂ
  • 5- કાપોદ્રા – 27 મ
  • ડીંડોલી – 44 મ
  • લાલગેટ – 45 પૂ
  • ખટોદરા – 65 પૂ
  • 6- વરાછા – 55 પૂ
  • વરાછા – 59 પૂ
  • ડિંડોલી – 66 પૂ
  • જહાંગીરપુરા – 46 પૂ
  • 7- વરાછા – 28 પૂ
  • ઉધના – 34 પૂ
  • સલાબતપુરા – 3
  • સલાબતપુરા – 40 મ (કોરોના પોઝિટીવ)
  • અડાજણ – 55
  • 8- ઉધના – 27 પૂ
  • પુણા – 35 પૂ
  • લાલગેટ – 38 પૂ
  • ખટોદરા – 27 પૂ
  • સચીન – 64 પૂ
  • સચીન – 67 પૂ
  • 9- કાપોદ્રા – 8 બાળક
  • મહીધરપુરા – 45 પૂ
  • પુણા -41 પૂ
  • ખટોદરા – 41 પૂ
  • 11- સરથાણા – 52 મ
  • અમરોલી – 44 પૂ
  • રાંદેર – 60 પૂ (પોઝિટીવ)
  • અડાજણ – 42 પૂ
  • 12- સલાબતપુરા – 45 પૂ
  • પુણા – 47 મ
  • રાંદેર – 54 પૂ
  • 13- સરથાણા – 48 પૂ
  • મહીધરપુરા – 72 પૂ
  • સીંગણપોર – 45 પૂ
  • પાંડેસરા – 35 પૂ
  • 14- ડિંડોલી – 65 મ
  • ડિંડોલી – 27 મ
  • ડિંડોલી -42 પૂ
  • સચીન – 51 પૂ
  • અડાજણ – 65 મ
  • 15- વરાછા – 70 પૂ
  • વરાછા – 50 પૂ
  • કાપોદ્રા – 22 પૂ
  • સરથાણા – 47 પૂ
  • લીંબાયત – 47 પૂ
  • ડિંડોલી – 70 પૂ
  • 16- ડિંડોલી – 55 પૂ
  • પાંડેસરા – 1.3 બાળક
  • ઇચ્છાપોર – 49 પૂ
  • 17- વરાછા – 41 પૂ
  • ખટોદરા – 60 પૂ સિવિલમાં
  • ખટોદરા – 45 પૂ
  • પાંડેસરા – 35 પૂ
  • 18- વરાછા – 28 પૂ
  • વરાછા – 55 પૂ
  • કાપોદ્રા – 19 પૂ
  • 19- ગોડાદરા – 60 પૂ
  • ઉમરા – 32 પૂ
  • 20- કતારગામ – 65 પૂ
  • 21- લીંબાયત – 45 પૂ

Most Popular

To Top