Business

સુરતના દર્દીના મોતિયાના ઓપરેશન ફ્રીમાં થશે, રાજકોટની સંસ્થાની વાંસદામાં નવી શાખા દશેરાથી ખુલશે

રાજકોટના જાણીતા રછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા દક્ષિણ ગુજરાતના વાંસદામાં હોસ્પિટલ શરૂ કરાઈ છે, જેમાં સુરત શહેર જિલ્લાના વડીલોને ફ્રીમાં મોતિયાના ઓપરેશન નિયમિત ધોરણે કરી આપવાની સગવડ શરૂ કરવામાં આવી છે. રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા વાંસદામાં નવી શાખાનો તા. 2 ઓક્ટોબર ગુરૂવાર વિજયાદશમી નાં રોજ શુભારંભ કરવામાં આવશે.

આ વાંસદામાં નવી શાખાનાં શુભારંભથી સમગ્ર સુરત તથા જિલ્લાને મોતિયાવિહિન કરવાનો સંકલ્પ કર્યો છે, જેથી સુરતનો કોઈપણ વ્યકિત મોતિયાનાં ઓપરેશનથી વંચિત ના રહી જાય. નવી શાખા વાંસદાથી નવસારી જીલ્લો તથા સમગ્ર ડાંગ જીલ્લાનાં 311 આદીવાસી ગામ, વાપી, વલસાડ, નાસીક(મહારાષ્ટ્ર)નાં ગરીબ લોકોને મફત આંખના મોતિયાનાં ઓપરેશનનો અમૂલ્ય લાભ મળશે.

ફેકોમશીનથી ઓપરેશન કરાશે
આ મોતિયાનાં ઓપરેશનમાં આવનાર દરેક દર્દીને આધુનિક ફેકોમશીનથી ટાંકા વગરનાં સોફટફોલ્ડેબલ નેત્રમણી સાથે 20000 વાળુ મફત ઓપરેશન તથા નાના ગરીબ બાળકોનાં ઓપરેશન કે જે અન્ય હોસ્પિટલમાં કરાવતા 50 હજાર થી પણ વધારે થાય છે, તે ઓપરેશન અહિંયા મફત કરી આપવામાં આવશે. દર્દીને રહેવા, ચા, નાસ્તો, શુધ્ધ ઘીનો શીરો, ગરમ ભોજન, એક એક ધાબળો, એક સાડી, બે કીલો ચોખા, એક કિલો ઘઉંનો લોટ, અડધો કિલો મીઠી ગુંદી, દવા, ટીપાં, કાળા ચશ્મા તથા દક્ષિણા રૂપે 100 રૂપિયા આપી સેવા કરવામાં આવશે. દરેક દર્દીને સંસ્થાની બસ દ્વારા વિનામૂલ્યે જ લઈ જવામાં આવશે તથા ઓપરેશન બાદ પરત વિનામૂલ્યે મુકી જવામાં આવશે, તથા દરેક દર્દી ભગવાનને ઓપરેશનનાં એક માસ બાદ નંબરળવાળા ચશ્મા પણ મફત આપવામાં આવશે.

આ નિઃશૂલ્ક મફત મોતિયાનાં ઓપરેશનનો લાભ દરેક વ્યકિતને મળે એ માટે સમગ્ર સુરત શહેરનાં વિવિધ વિસ્તારોમાં નેત્રયજ્ઞનું આયોજન પણ કરવામાં આવશે, જયાંથી સંસ્થાની બસ દ્વારા જ તેમને ઓપરેશન સ્થળ, વાંસદા સુધી વિનામૂલ્યે પહોંચાડવામાં આવશે, તથા ઓપરેશન બાદ પરત સુરત મુકી જવામાં આવશે, જેથી તેમને એક પણ રૂપિયાનો ખર્ચ ના થાઈ અને સારી સેવાનો મફતમાં લાભ મળશે.

Most Popular

To Top