સુરતઃ (Surat) પાસોદરા ખાતે રહેતા જમીન દલાલની 6 વર્ષની દિકરી સાથે ફ્લેટની (Flat) સામે જ કાપડનો વેપાર કરતા અને ખોલવડ ખાતે રહેતા 60 વર્ષના વૃદ્ધે બે વખત મુખમૈથુન કર્યું હતું. બાળકીની માતા વૃદ્ધને બાળકીને કપડા પહેરાવતા જોઈ જતાં આખો મામલો સામે આવ્યો હતો. બાળકીને ઘટના અંગે પૂછતા સમગ્ર ઘટના સામે આવી હતી. સરથાણા પોલીસે વૃદ્ધ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- પાસોદરામાં 6 વર્ષની બાળકી સાથે 60 વર્ષના વૃદ્ધનું મુખમૈથુન
- બાળકીના ફ્લેટની સામે જ કાપડનો ધંધો કરતા વૃદ્ધને બાળકી દાદા કહીને બોલાવતી હતી
- બાળકીની માતા તેને શોધતી પહોંચી ત્યારે વૃદ્ધ બાળકીને કપડાં પહેરાવી રહ્યો હતો
પાસોદરા ખાતે રહેતી 27 વર્ષીય મહિલાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં તેમના પડોશમાં કાપડનું કામ કરતા 60 વર્ષીય મધુભાઈ ગોગદાણી સામે ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધ પોતે ખોલવડ ખાતે રહે છે. અને મહિલાના ફ્લેટની સામે શ્રી ગાભા હાઉસના નામથી કાપડનો ધંધો કરે છે. મહિલાની 6 વર્ષની દિકરી આ વૃદ્ધને રોજ જોતી હોય તેને દાદા કહીને બોલાવતી હતી. દરમિયાન ગત 30 એપ્રિલએ બપોરે બાળકી રમતા રમતા આ દાદાની પાસે ગઈ હતી. તેની માતા તેને શોધવા નીકળી ત્યારે સામેના ફ્લેટમાં જઈને જોયું તો આ મધુભાઈ બાળકીને કપડાં પહેરાવતો હતો.
આ જોઈને મહિલા તેની દિકરીને ઘરે લઈ આવી અને બાળકીને મધુદાદા શું કરતા હતા તે અંગે પુછ્યું હતું. બાળકીનો જવાબ સાંભળી તેની માતા ચોંકી ગઈ હતી. બાળકીએ મધુદાદાએ અગાઉ પણ આ હરકત કરી હોવાનું જણાવતા મહિલાએ તેના પતિને જાણ કરી હતી. નરાધમ વૃદ્ધે તેની પૌત્રી જેવી બાળકી સાથે મુખ મૈથુન કરતો હતો. આ અંગે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વૃદ્ધ ભાગી ગયો છે. પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.