SURAT

સુરત: પરવત પાટિયા વિસ્તારમાં કેમિકલના ગોડાઉનમાં ભયંકર આગ લાગી, 6 કલાક બાદ પણ આગ બેકાબૂ

સુરત: સુરતના (Surat) પરવત પાટિયા (Parvat Patiya) વિસ્તારમાં કેમિકલના ગોડાઉનમાં (Chemical Godown) વહેલી સવારે ભયંકર આગ (Fire) લાગી હતી. કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગને કોલ મળતા જ ફાયરની 10 વધારે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરી છે. લગભગ 6 કલાકથી ફાયરના જવાનો આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. હાલ પણ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ બૂઝાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર પરવત પાટિયા વિસ્તારના વનમાળી જંકશન નજીર કિષ્ના પેટ્રોલ પંપ પાસે વહેલી સવારે 4:30 વાગ્યે એક કેમિકલના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. ફાયર વિભાગને કોલ મળતા જ 7 ફાયર સ્ટેશનની 13 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ એટલી ભંયકર હતી કે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયરના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાની આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ફાયરના અધિકારીઓ પાસે મળતી માહિતી અનુસાર લગભગ 6 કલાકથી ફાયરના જવાનો દ્વારા આગ બૂઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

સુરત: બંધ CCTV ઓફિસમાં લાગી આગ, લાખોનું સામાન બળીને ખાખ
સુરત: સુરતના હરિપુરા વિસ્તારમાં સોમવારે સીસીટીવીની ઓફિસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. સીસીટીવીની બંધ ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયરની બે ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

સુરતના હરિપુરા ધોબી શેરી નજીક ખોડિયાર માતાના મંદિર પાસે સોમવારે સવારે 8:50 મિનિટે સીસીટીવીની બંધ ઓફિસમાં આગ લાગી હોવાની માહિતી ફાયર વિભાગને મળી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગના અધિકારી મહેશ પટેલે પાસેથી મળતી માહિતી મુજબ સીસીટીવીની બંધ ઓફિસમાં આગી લાગી હતી. પ્રાથમિક તપાસ અનુસાર બંધ ઓફિસમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર પ્રિન્ટર, સીસીટીવી કેમેરા, રિવોલ્વિંગ સ્ટેન્ડ તેમજ ડોક્યુમેન્ટસને નુકસાન થયું હતું.

Most Popular

To Top