SURAT

નહેરમાં પગ ધોવા જતાં સુરતના મામા-ભાણી તણાયા, કીમ દરગાહ પરથી પરત આવતા હતા

કામરેજ: (Kamrej) કીમ દરગાહ પરથી સુરત (Surat) ઘરે જતાં ભાઈ-બહેનનો પરિવાર નવી પારડી કાકરાપાર જમણા કાંઠા નહેરમાં (Canal) હાથ-પગ ધોવા ઊભા રિક્ષા (Rikhshaw) ઊભી રાખી હતી. એ વેળા નહેર પાસે બે ભાણીના પગ લપસી જતાં પાણીમાં પડી ગઈ હતી. જેમને બચાવવા ગયેલા મામા અને એક ભાણી નહેરના પાણી તણાઈ ગયાં (Drowned) હતાં. જ્યારે બીજા મામાએ બહેન અને એક ભાણીને બચાવી લીધાં હતાં.

  • નવી પારડી નહેરમાં પગ ધોવા જતાં મામા અને ભાણી તણાઈ ગયાં
  • કીમ દરગાહ પરથી સુરતના માન દરવાજાનો પરિવાર ઘરે પરત ફરી રહ્યો હતો
  • બે ભાણીના પગ લપસી જતાં પાણીમાં જતાં બે મામા બચાવવા જતાં એક મામા ડૂબી ગયા

સુરત માન દરવાજા પદ્માનગર ગલી નં.13, બંબાગેટ, રિંગ રોડ ખાતે મેહમુદ રજાક શેખ રહે છે. શુક્રવારે મેહમુદની બહેન જાયદા તેમજ રૂબીના, ભાઈ મોહસન, મુસ્તકીન તેમજ બંને બહેનનાં સંતાનોમાં રૂબીનાનાં સંતાનો રેશ્મા (ઉં.વ 16), સિકંદર (ઉં.વ.15), અલી (ઉં.વ.14), સમીર(ઉં.વ.12) અને જાયદાનાં સંતાનો આયશા (ઉં.વ.11), અર્ષદ (ઉં.વ.10) સાથે રિક્ષા ભાડે કરી માંગરોળના કીમ ખાતે મકદુમ બાબાની દરગાહ પર જવા માટે બપોરે 1.30 કલાકે ઘરેથી નીકળ્યા હતા. દરગાહ પર નમાઝ પઢી પરત સુરત ઘરે આવવા માટે નીકળ્યા હતા. ત્યારે સાંજે આશરે 5.30 કલાકે કામરેજના નવી પારડી ગામની સીમમાં કાકરાપાર જમણા કાંઠા નહેર પાસે ઓટો રિક્ષા હાથ-પગ ધોવા માટે ઊભી રાખી હતી.

દરમિયાન રૂબીનાની પુત્રી રેશ્મા અને જાયદાની પુત્રી આયશાનો પગ લપસી જતાં નહેરના પાણીમાં પડી જતાં ભાણીને બચાવવા માટે મેહમુદ, બહેન જાયદા અને ભાઈ મોસીન પણ કૂદી પડ્યાં હતાં. પરંતુ પાણીનું વહેણ વધારે હોવાથી મોસીનને તરતા ન આવડતું હોવાથી તે ડૂબી ગયો હતો. રેશમા પણ પાણીમાં ડૂબી ગઈ હતી. જ્યારે મેહમુદે ભાણી આયશા તેમજ બહેન જાયદાને બચાવી લીધાં હતાં. બાદ બહાર નીકળી નહેરની પાસે ઊભા રહેલા ઈસમો સાથે ભાઈ અને ભાણીને બચાવવા ફરી નહેરમાં જતાં ડૂબી જતાં કોઈ ભાળ ન મળતાં ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી બંનેની કોઈ ભાળ મળી ન હતી. આ અંગે કામરેજ પોલીસમથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ હતી.

Most Popular

To Top