સુરત: પાંડેસરા (Pandesara) વિસ્તારમાં રત્ન કલાકારની (diamond worker) એકની એક 12 વર્ષની દીકરીએ ગળે ફાંસો (Suicide) ખાઈ જીવન ટુંકાવી લેતા ચર્ચાનો વિષય બન્યો છે. કર્મયોગી સોસાયટમાં રહેતી અને ગળે ફાંસો ખાય આપઘાત કરી લેનાર માસુમ દીકરીના આવા અંતિમ પગલાં પાછળનું કોઈ કારણ બહાર ન આવતા પોલીસ (Police) પણ મુંઝવણમાં મુકાઈ ગઈ છે. દીકરી ધોરણ-7માં અભ્યાસ કરતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે ઘટના રવિવારની મોડી સાંજની છે. એક માસુમ કિશોરી રૂમની અંદર એંગલ પર દુપટ્ટા અને રૂમાલ વડે ફાસો ખાય આપઘાત કરેલી હાલતમાં લટકતી હોવાનું જાણવા મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. એટલું જ નહીં પણ દીકરીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે સિવિલ લઈ આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસમાં મૃતક દીકરીના પિતા રત્ન કલાકાર અનિલ સિંગ અને માતા અનુરાધા સિંગ શૂટ કટીંગનું કામ કરતા હોવાનું બહાર આવ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે ઘટના સમય એ 12 વર્ષની બંદના અને 7 વર્ષનો ભાઈ શિવા ઘરે એકલા હતા. શિવા બાથરૂમ જતા બહેનએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી ગળે ફાંસો ખાય લીધો હતો. ઘટનાની જાણ બાદ લોકોએ 108માં જાણ કરતા કિશોરીને મૃત જાહેર કરાઈ હતી. પોલીસને જાણ કરતા પાંડેસરા પીલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ કરી રહી છે.
પાંડેસરામાં 22 વર્ષીય જેટ મશીન ઓપરેટરનો ફાંસો ખાઇ આપઘાત
સુરત: અગાઉ પાંડેસરા (Pandesara) જય અંબે નગરમાં બપોરના ભોજન બાદ બિહારવાસી રૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. ધર્મેન્દ્રકુમાર ચૌધરી જેટ મશીન ઓપરેટર અને નાઈટ પાળી કરી ઘરે આવ્યો હતો. મિત્રો એ જણાવ્યું હતું કે સંગીત (Song) વગાડતા છેલ્લા જોયો હતો ત્યારબાદ ફાંસો (Suicide) ખાધેલી હાલતમાં જોતા આશ્ચર્યમાં પડી ગયા હતા. રક્ષાબંધનના પવિત્ર પર્વના દિવસે જ ધર્મેન્દ્ર એ ફાંસો ખાય લીધો હોવાનો મેસેજ મળતા બન્ને બહેનો સહિત આખું પરિવાર આઘાતમાં સરી પડ્યું હતું.