સુરત: (Surat) પલસાણા બલેશ્વર ખાડી નજીક આગળ દોડતા ટ્રેલર (Trailer) પાછળ બીજું ટ્રેલર ઘુસી જતા હેલ્પર નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. જ્યારે આ દુર્ઘટનામાં ટ્રેલર ચાલકને ગંભીર હાલતમાં 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યો છે. રાહદારી એ જણાવ્યું હતું કે જોરદાર ધડાકાનો આવાજ આવતા દોડી ને ગયો તો ટ્રેલર પાછળ ટ્રેલર જોવા મળ્યું હતું. ડ્રાઇવર દબાઈ ગયો હતો અને એનો હેલ્પર કચડાય ગયો હતો. 108 અને પોલીસને જાણ કરી જવાબદારી નિભાવી હતી.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આગળના ટ્રેલરમાં હેવી મશીનરી કે એના સ્પેર પાર્ટ્સ હતા જે ટ્રેલર રોડ બાજુએથી સુરત તરફ આવી રહ્યું હતું. જેની પાછળ આ કન્ટેનર ભરેલું ટ્રેલર અથડાય ગયું હતું. કન્ટેનર ભરેલા ટ્રેલરના ડ્રાઇવર કેબિનનો ભુક્કો નીકળી ગયો હતો. હેલ્પર અને ડ્રાઇવર કચડાય ગયા હતા. લોકોએ ભારે જહેમત ઉપાડી બહાર કાઢ્યા હતા. જોકે હેલ્પરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ડ્રાઇવર ને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ ખસેડાયો હતો. તપાસ કરતા મોત સામે લડી રહેલા ડ્રાઈવરનું નામ મનોજકુમાર વર્મા હોવાનું સામે આવ્યું હતું.
સંબંધીઓએ જણાવ્યું હતું કે મનોજકુમાર યુપીનો રહેવાસી છે. એક મોટાભાઈ, બહેન અને માતા-પિતા સાથે રહે છે. મુંબઈથી કન્ટેનર ભરી સુરત જઈ રહ્યો હતો. અકસ્માત બાદ અજાણ્યા ઈસમોએ મનોજના જ ફોન પરથી ફોન કરી જાણ કરી છે. હાલ તેઓ ભિવડીમાં છે. સુરત આવ્યા નીકળી ગયા છે. સિવિલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે મનોજની હાલત ગંભીર છે અને વેન્ટિલેટર પર મુકવો પડે એવી પરીસ્થિતિ છે.
ડો. ઉમેશ ચૌધરી (મેડિકલ ઓફિસર) એ જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત હાલતમાં આવેલા મનોજને કોઈ સારવાર મળે એ પહેલા જ મોત નીપજ્યું હતું. ડોક્ટરોએ મનોજને બચાવવા માટે કરેલો પ્રયાસ નિષફળ રહ્યો હતો. મનોજને મલ્ટીપલ ઇજા સાથે લાવવામાં આવ્યો હતો. માથાની ચેસ્ટ ની ઇજા અને ગળા ની ગંભીર ઇજા ને કારણે મનોજનું મોત થયું હોય હાલ એમ કહી શકાય છે.