સુરત: (Surat) પીપી સવાણી પરિવાર (P P Savani Family) દ્વારા આગામી તા.27મીના રોજ પરિવારના મોભી વલ્લભભાઈ સવાણીના (Vallabh Savani) 73માં જન્મદિવસની (BirthDay) ઉજવણી કરવામાં આવશે. સાંજે 5 કલાકે અબ્રામા રોડ ખાતે આવેલા પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકૂલમાં આયોજીત જન્મદાતાપૂજનના નામથી આ કાર્યક્રમ (Programme) કરાશે. આ કાર્યક્રમમાં 50,000 થી વધુ બાળકો પોતાના માતા-પિતાને પત્ર લખીને તેની લાગણીઓ પત્રમાં લખાણ થકી ઉલ્લેખ કરશે. આ કાર્યક્રમની બેઠક વ્યવસ્થા પણ માતા-પિતા તેના બાળક સાથે બેસી શકે તેવી રીતે જ ગોઠવવામાં આવશે.
- પીપી સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ સવાણીના 73માં જન્મદિવસની તા.27મીના રોજ ઉજવણી
- અબ્રામા રોડ ખાતેના પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલમાં આયોજીત આ કાર્યક્રમમાં 50 હજારથી વધુ બાળકો માતા-પિતાને પત્ર લખીને પોતાની લાગણીઓ વ્યક્ત કરશે
- બાળકો દ્વારા માતા-પિતાની આરતી ઉતારવાની સાથે પ્રદક્ષિણા કરી વિશેષ ભાવ પ્રગટ કરાશે
આ જન્મદાતા પૂજનના કાર્યક્રમમાં બાળકો તેના માતા-પિતાના ચરણ સ્પર્શ કરીને તેના ચરણ ધોઇ કુમકુમ તિલક કરશે. બાળકો દ્વારા માતા-પિતાની પ્રદક્ષિણા કરી તેની આરતી ઉતારવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પરસ્પર માતૃ-પિતૃ ભાવના વધે અને બાળકો માતા-પિતા સાથે લાગણીઓથી વધુ મજબૂતાઈથી જોડાઈ રહે તેવો છે. માં બાપ પ્રત્યે તેઓ લાગણી દર્શાવતા નથી કેમકે લાગણી ફક્ત ટેકનોલોજીમાં વ્યસ્ત રહે છે, જો ટેકનોલોજીને જરૂરિયાત મુજબ ઉપયોગ કરીએ તો આશીર્વાદરૂપ છે. ફરીથી પૌરાણિક સંસ્કૃતિને આગળ ધપાવવા વલ્લભભાઈ સવાણી(બાપુજી)ના જન્મદિવસને નિમિત્ત બનાવી બાળકો પોતાના હસ્તે માતા-પિતાને પોતાના મનમાં રહેલી લાગણીના પત્રલેખન કરશે, બાળકો પોતાના માં-બાપને કુમકુમ તિલક કરી આરતી ઉતારશે અને માતૃથ્વો ભવ: પિતૃદેવો ભવઃ સાથે તેઓની પ્રદક્ષિણા કરશે જેનાથી તેઓના મનમાં માતા-પિતા પ્રત્યે સવિશેષ ભાવ પ્રગટ કરી શકાય.
આ કાર્યક્રમ જન્મદાતાપૂજનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલ હાજર રહેશે. સાથે સાથે કેન્દ્રિય મંત્રી દર્શના જરદોષ,રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મંત્રી વિનુ મોરડીયા, મુકેશ પટેલ, મેયર બોઘાવાલા, પો.કમિ., કલેકટર, રેન્જ આઈજી, મ્યુનિ.કમિ., ડીએસપી રાડા, મહેન્દ્ર પટેલ, જનક કાછડીયાની સાતે ધારાસભ્યો તેમજ વિવિધ સમાજના આગેવાનો હાજર રહેશે. આ પ્રસંગે હરીકૃષ્ણ ગ્રુપના આગેવાન અને તાજેતરમાં પજ્ઞશ્રી મેળવનાર સવજી ધોળકીયાનું પણ વિશેષ સન્માન કરાશે.