સુરત: (Surat) સુરતના ઓલપાડ (Olpad) તાલુકાના નરથાણ (Narthan) ગામમાં ચમત્કાર જોવા મળ્યો છે. અહીં એક મંદિરમાં (Temple) મુકવામાં આવેલી ગણપતિ (Ganpati) બાપ્પાની મૂર્તિ (Statue) પર નાગદેવતા (Snake) વીંટળાયા હતા. આ નાગ એ મૂર્તિની ફરતે એવી અદ્દભૂત મુદ્રા ધારણ કરી હતી કે લોકો તે જોઈ અભિભૂત થઈ ગયા હતા. બાપ્પાને સાપના દર્શન માટે આસપાસના ગામમાંથી લોકો મંદિરે ઉમટી પડ્યા હતા. જોત જોતામાં અહીં મોટી ભીડ જામી હતી. કોઈક ભક્તે (Devotees) બાપ્પાને વીંટળાયેલા નાગનો વીડિયો (Video) ઉતારી તે સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ (Viral) કરી દેતા અનેક લોકો મંદિર પર જઈ પહોંચ્યા હતા. ત્યાર બાદ સ્થાનિક સંસ્થા લાઈફ ફોર વાઈલ્ડના (Life For Wild) સ્વયંસેવકોએ સાવચેતીપૂર્વક સાપને બાપ્પાની મૂર્તિ પાસેથી ઊંચકી સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો.
- ઓલપાડના નરથાણ ગામના ચિરાગનગરની ઘટના
- મંદિરમાં મૂકેલી બાપ્પાની મૂર્તિની ફરતે નાગદેવતા વીંટળાયા
- ચમત્કારીક દ્રશ્યોને જોવા માટે ભક્તોની ભીડ ઉમટી
- લાઈફ ફોર વાઈલ્ડના સ્વયંસેવકોએ નાગદેવતાને સુરક્ષિત સ્થળે ખસેડ્યા
નરથાણ ગામ ઓલપાડ તાલુકામાં આવેલું છે. ગામના સરપંચ ધર્મેશભાઈ આહિરે માહિતી આપતા જણાવ્યું કે, આ બનાવ મંગળવાર તા. 19 જુલાઈનો છે. નરથાણમાં ચિરાગ નગર નામની ઈન્ડસ્ટ્રીયલ સોસાયટી આવી છે. અહીંના લોકો દ્વારા એક મંદિર બનાવવામાં આવ્યું છે, જેમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ મુકવામાં આવી છે. આ મૂર્તિની ફરતે મંગળવારે એક નાગ વીંટળાઈને બેઠો હતો. મૂર્તિ પર જે રીતે નાગની આકૃતિ હતી તે જ રીતે જીવિત નાગ પણ બેઠો હતો. મંદિરના કર્તાહર્તાઓએ આ દ્રશ્ય જોયું અને જોતજોતામાં વાત ફેલાઈ હતી. બાપ્પાની ફરતે વીંટળાયેલા નાગદેવતાનો કોઈક ભક્તે વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેના પગલે અહીં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો પહોંચી ગયા હતા. આ ચમત્કાર જોઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
દરમિયાન આ અંગે સ્થાનિક વાઈલ્ડ લાઈફ સંસ્થાને જાણ કરવામાં આવી હતી. જેના પગલે લાઈફ ફોર વાઈલ્ડના સ્વયંસેવકો આવ્યા હતા અને બાપ્પાની મૂર્તિ પાસેથી નાગદેવતાને ઊંચકી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. આ ઘટના બાદ મંદિરમાં બિરાજમાન ગણપતિ બાપ્પા પ્રત્યે ભક્તોની શ્રદ્ધા અને આસ્થા વધી ગઈ છે.