SURAT

કતારગામ વૃદ્ધાશ્રમમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગતા ભયનો માહોલ

સુરત: (Surat) કતારગામ અશક્તાશ્રમ વૃદ્ધાશ્રમમાં (Old Age Home) શનિવારે બપોરે એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી જતા ભયનો માહોલ સર્જાયો હતો.આગ લાગવાનો કોલ ફાયર કંટ્રોલ રૂમને (Fire control Room) મળતાની સાથે જ કતારગામ ફાયરની ટીમ ઘટના સ્થળ ઉપર તાબડતોબ પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.

  • કતારગામ વૃદ્ધાશ્રમના ત્રીજે માળે આગ લગતા ભયનો માહોલ સર્જાયો
  • એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લગતા રૂમનો સમાન બળીને ખાખ

શનિવારે બપોરે 12:30 કલાકે કતારગામ વિસ્તારના અશક્તાશ્રમના વૃદ્ધાશ્રમમાં આગ લાગવાની ઘટના બની હતીજેને કારણે ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર ત્રીજા માળ ઉપર એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આશ્રમમાં પહેલા અને બીજા માળ ઉપર વૃદ્ધો રહેતા હતા જોકે માળ ઉપર કોઈ પણ વૃદ્ધો રહેતા ન હતા. ફાયરની ટીમે રૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને આગ ઓલવવાની કવાયતમાં લાગી ગઈ હતી. આગ લાગવાથી એસી, બારીના પરદા એલસીડી ટીવી અને ગાદલાઓ બળીને ખાખ થઇ ગયા હતા.જોકે આગમાં કોઈ પણ જાનહાની થઇ ન હોવાનું ફાયર વિભાગના સૂત્રોનું કહેવું હતું.

Most Popular

To Top