SURAT

સુરત: ઓલાના ઈ-સ્કૂટરનો ડેમો જોવા આવેલા લંપટે મહિલાની છાતી પર હાથ મુકી દીધો

સુરત(Surat) : સુરતના અડાજણ વિસ્તારમાં એક મહિલા (Women) સાથે ઓલા (Ola) કંપનીની મહિલા કર્મચારીની છેડતી (Teasing) કર્યાનો બનાવ સામે આવ્યો છે. ઈ-સ્કૂટરનો ડેમો જોવા આવેલા શખ્સે કંપનીના શો રૂમની મહિલા કર્મચારી છાતી પર હાથ મુકી દીધો હતો. મહિલાની ફરિયાદના પગલે અડાજણ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

  • સુરતના પાલનપુર ગામમાં બની ઘટના
  • નક્ષત્ર એમ્બીસીની બાજુના શો રૂમમાં છેડતી કરી
  • મહિલા કર્મી સ્કૂટર બતાવતી હતી ત્યારે છાતી પર હાથ ફેરવ્યો
  • મહિલાએ વિરોધ કરતા ભાગી ગયો અને પછી ફરી હેરાન કરી
  • પાલના ગૌરવપથ પર બે અજાણ્યાઓએ મહિલાને ગાળો દીધી
  • મહિલાની ફરિયાદ પર અડાજણ પોલીસે તપાસ શરૂ કરી

આ કેસની વિગત એવી છે કે ગઈ તા. 30 જુલાઈના રોજ બપોરના 12 વાગ્યાના સમયગાળામાં અડાજણના પાલનપુર ગામમાં નક્ષત્ર એમ્બેસીની બાજુમાં આવેલા શોપિંગ સેન્ટરમાં ઓલા કંપનીના સ્કૂટરનો ડેમો જોવા રિતેશ નામનો ઈસમ આવ્યો હતો. ઓલાનું ઈ-સ્કૂટર જોતી વખતે વાત કરતાં કરતાં રિતેષે મહિલા કર્મચારીની છાતી પર હાથ મુકી ફેરવ્યો હતો. મહિલાએ વિરોધ કરતા તે ત્યાંથી ભાગી ગયો હતો. તેથી તે વખતે મહિલાએ કોઈ ફરિયાદ કરી નહોતી.

દરમિયાન ગઈ તા. 12મી ઓગસ્ટના રોજ મહિલા બપોરના 2.30 કલાકના સમયે પાલના ગૌરવપથ રોડ પરથી નોકરી પર જઈ રહી હતી ત્યારે તેની નજીક બે અજાણ્યા શખ્સો માસ્ક પહેરી આવ્યા હતા. એક્ટિવા પર આવેલા બંને ઈસમોએ મહિલાને ગાળો દીધી હતી અને ભાગી ગયા હતા. છેલ્લાં 15 દિવસથી સતત અજાણ્યા શખ્સો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોઈ મહિલા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે મહિલાની ફરિયાદ લઈ આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે.

અમરોલીમાં 9 વર્ષના કિશોરનું અપહરણ
સુરત: અમરોલીના છાપરાભાઠા વિસ્તારની એક સોસાયટીમાંથી 9 વર્ષના કિશોરનું કોઈ અજાણ્યો અપહરણ કરી ગયાની ફરિયાદ અમરોલી પોલીસ મથકમાં નોંધાઈ છે. કિશોરને લલચાવી ફોસલાવીને અપહરણ કરાયું હોવાની આશંકા તેના માતા-પિતાએ વ્યક્ત કરી છે. ગઈ તા. 21મી ઓગસ્ટની રાત્રિથી કિશોર ગુમ થયો છે. અમરોલી પોલીસે અપહરણની ફરિયાદ નોંધી કિશોરની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસ આસપાસના વિસ્તારમાં તપાસ કરી રહી છે તેમજ પરિચિતોની પૂછપરછ કરી રહી છે.

Most Popular

To Top