SURAT

સુરત : ત્રીજી લહેરને પહોચી વળવા માટે નર્સિંગ સ્ટાફ સજ્જ

surat : શહેરમાં જુલાઈ માસના અંત સુધીમાં કોરોનાની ( corona) ત્રીજી લહેર ( third wave) ત્રાટકે તેવી સંભાવનાઓ વચ્ચે સમગ્ર તંત્ર તૈયારી કરી બેઠું છે. ત્યારે કોરોનાની જંગ સામેના અતિ મહત્ત્વપૂર્ણ વોરિયર્સ નર્સિંગ સ્ટાફને ( nursing staff) તાલીમ આપવા આજે ચર્ચા સભાનું આયોજન કરવામાં આવ્યું છે.


નવી સિવિલ હોસ્પિટલ ( civil hospital) કેમ્પસમાં સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસ મીટિંગ હોલના પહેલા માળે રેડિયોલોજી વિભાગની ઉપર આજે 1 જુલાઈએ કોવિડ-19ની ત્રીજી લહેરમાં ડેલ્ટા વાયરસ ( delta virus) ની અસર માટે નર્સિંગના વિદ્યાર્થીઓ માટે દક્ષિણ ગુજરાતની નર્સિંગ શિક્ષણ આપતી સંસ્થાઓના આચાર્ય અને શિક્ષકો સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલનાં રજિસ્ટ્રાર ડો.પ્રજ્ઞાબેન ડાભી, ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા તથા તબીબી તજજ્ઞો સાથે ચર્ચા સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં પ્રિન્સિપાલ, ફેકલ્ટીઝ અને વિદ્યાર્થીને કોવિડની ત્રીજી લહેરને પહોંચી વળવા આયોજન અને તૈયાર રહેવા અંગે વિસ્તૃત માહિતી આપશે. પ્રથમ અને બીજી લહેરમાં નર્સિંગ વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રભાવક અને પ્રસંશનીય કામગીરી કરી ચૂક્યા છે. વિદ્યાર્થીઓ અને નર્સિંગ શિક્ષણ આપતી સંસ્થાઓને ત્રીજી વેવની પદ્ધતિસરની તૈયારીના ભાગરૂપે આ ચર્ચાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધ ટ્રેઈન્ડ નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત શાખાના સેક્રેટરી કિરણ દોમડિયા સહિતના સભ્યો પણ હાજર રહેશે.

Most Popular

To Top