Charchapatra

સુરત નં.-1

સુરત મહાનગરપાલિકાને સફાઈ તથા અન્ય સારી કામગીરીના એવોર્ડ પ્રાપ્ત થાય છે તે કોણ અને કઈ રીતે આપે છે? શું તેમને પણ સુરત મહાનગરપાલિકા વ્યવહાર આપી એવોર્ડ મેળવે છે? કમિશનર  રાવ ગયા પછી સુરત મહાનગરપાલિકા જે તે અધિકારી કમિશનરને પણ ગાંઠતા નથી. શું કચરા ગાડી કચરો લેવા માટે 2 દિવસ કચરો લેવા નહીં આવે તો કચરો ક્યાં નાંખવો? વોર્ડ ઓફીસ, ઝોન ઓફીસ કે પછી કમિશનરની ઓફીસ જઈ આપવો જોઈએ?

તે લાગતા વળગતા અધિકારી ખુલાસો કરશે? જો કમિશનર રોજ જુદા જુદા વિસ્તારમાં એક્ટીવા લઈ ફરીને તપાસ કરે તો ખબર પડે કે ગંદકી અને શહેરના રસ્તા કેટલા રીપેર થયા? પહેલાંની જેમ કચરા પેટી મૂકો તો લારી ગલ્લાવાળા તથા અન્ય વ્યક્તિ કચરાપેટીમાં કચરો નાંખે. અસલ ભણાવવામાં આવતું હતું કે કચરો કચરા પેટીમાં નાંખવો જોઈએ.
સુરત     – મહેશ પી. મહુવાગરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

માનવીની તો કોઈ દિશા નક્કી જ નથી આવું કેમ?
બધાને ખબર જ છે કે ફક્ત ભૂકંપ ક્યારે આવશે તેની આગાહી નથી કરવામાં આવતી પણ કુદરતી આપત્તિ,cyclone,rain,cold, તાપમાન અને અન્ય આગાહી કઈ દિશામાં પવન ફૂંકાય તે ભૌગોલિક દૃષ્ટિએ ખગોળશાસ્ત્રનો આધાર લઈ કરી શકાય કે જેથી વહીવટી તંત્ર દ્વારા લોકોને સાબદાં રહેવાની ચેતવણી આપવામાં આવે છે કે જેથી જાનહાનિ અંશતઃ નિવારી શકાય.માનવનું તો કંઈ નકકી જ નથી હોતું કે કઈ દિશાનો સહારો લેવો.માનવી ક્યારે કયાં પલટવાર થઈ જશે તેની આગાહી કરવાના કોઈ સાધનની શોધ થઈ નથી અને થવાની પણ નથી.

કેમ કે માનવી તો જ્યાં લાભ થવાનો હોય ત્યાં ,તે પછી ગમે તે દિશા હોય તે દિશામાં જવાનો પણ પોતે પોતાની બુદ્ધિ પ્રમાણે તર્ક નથી લગાવતો કે પસંદ કરેલી દિશામાં કાર્ય કરવાથી સમસ્ત જન સમૂહ કે જેઓ ઘણી બધી સામાજિક, આર્થિક, ધાર્મિક પ્રવૃત્તિમાં ગળાડૂબ છે તેને કોઈ લાભ થવાનો છે કે કેમ ? પવનની દિશા જાણી શકાય પરંતુ માનવી ક્યારે કઇ દિશા બદલીને અન્ય માનવીને નુકસાન કરી નાખશે તે જાણી શકાતું નથી. માટે જેટલી સાવચેતી કુદરતી આપત્તિની રાખવાની છે તેટલી માનવ તરફથી થતી આપત્તિ વિશે સાવચેત રહેવાની જરૂર છે.
સુરત     – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top