સુરત: સિવિલ હોસ્પિટલ (Civil Hospital) દાખલ દર્દીના (Patient) MLCને લઈ ફરી ચર્ચામાં આવી છે. દર્દીનું ત્રણ દિવસ બાદ MLC કરાવવામાં આવતા અનેક પ્રશ્નો ઉભા થાય છે. ડોક્ટરોનું (Doctor) કહેવું છે કે છેલ્લા ત્રણ દિવસથી દર્દીને એના સગા છોડીને જતા રહ્યા છે એટલે MLC કરાવી રહ્યા છે. જ્યારે પોલીસનું કહેવું છે કે આ કામગીરી ત્રણ દિવસ પહેલા પણ થઈ શકતી હતી. મોડેથી જ કેમ MLC યાદ આવે છે. હાલ આશ્રમમાંથી સારવાર માટે લવાયેલા દર્દીના MLC થયા બાદ કામરેજ પોલીસને (Police) જાણ કરવામાં આવી છે. દર્દી દિગ્વિજયસિંગના જમાઈને બ્લડ કેન્સર હોવાથી પત્ની સાથે પોતાની સારવાર માટે મુંબઈ જતો રહ્યા હોવાનું સામે આવ્યું છે.
સિવિલ ચોકીના પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર દિગ્વિજય સિંગ સઘુવીર સિંગ (ઉ.વ. 26) કામરેજ ધોરણ-પારડીના પુણાધામ વૃદ્ધાશ્રમમાં રહીને પોતાનું જીવન જીવતા હતા. તેમને એક દીકરી-જમાઈ હોવાનું જાણવા મળ્યું છે. દિગ્વિજય સિંગ ને 4 સપ્ટેમબર ના રોજ 108ના માધ્યમથી સારવાર માટે સિવિલ લઇ જવામાં આવ્યા હતા. આ વાતની જાણ થતાં એમના દીકરી-જમાઈ પણ દોડી આવ્યા હતા. જો કે બ્લડ કેન્સરથી પીડાતા જમાઈ ત્રણ દિવસ પહેલા અચાનક પોતાની સારવાર કરાવવા પત્નીને લઈ મુંબઈ જતા રહ્યા હતા. તે દિવસથી દિગ્વિજય સિંગના કોઈ વાલી વારસ ન હોવાને કારણે આજે ડોક્ટરોએ પરિવારને શોધી કાઢવા MLC કરાવ્યું હતું. જો કે આ બાબતે ફરી એકવાર પોલીસ અને ડોક્ટરો વચ્ચે મનદુઃખ થયા હોય એમ કહી શકાય છે.
વધુમાં જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા જ MLC કરાવવાની જવાબદારી ભૂલી ગયેલા ડોકટરો છેલ્લી ઘડીએ પોલીસને દોડાવે છે. જો દર્દીના સગાની તપાસ કરાઈ તો મળી જ આવે છે. આશ્રમનો સંપર્ક કરવા પોલીસની મદદ મગાઈ છે. હવે આ દર્દીના દીકરી જમાઈ અને આશ્રમનો નંબર મળી ગયા બાદ પણ MLC કરાવવામાં આવ્યું છે. કામરેજ પોલીસને નોંધ કરાવવામાં આવી છે. આશ્રમનો સંપર્ક પણ થઈ ગયો છે. અને બીજા સેવાકીય વ્યક્તિઓ જેવા કે માનવ સેવાના સભ્ય રાજેન્દ્ર ભાઈ પણ આ દર્દીને પોતાના આશ્રમમાં લઈ જવા તૈયાર છે તો MLC કરાવી પોલીસને હેરાન કરવાનો મતલબ શું?