નવસારી: (Navsari) નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર મટવાડ ગામ પાસે મોપેડ સ્લીપ થતા પડી ગયેલા આધેડના માથા પરથી ટ્રકનું ટાયર ફરી વળતા મોત નીપજ્યાનો બનાવ ગણદેવી પોલીસ મથકે (Police Station) નોંધાયો છે. મરનાર સુરતમાં હરીપુરા ગુંબજવાલી મસ્જિદ (Masjid) ખાતે રહેતા હતા.
મળતી માહિતી મુજબ સુરત મહિધરપુરા (Mahidharpura) હરીપુરા ગુંબજવાલી મસ્જીદ હસનજીનો ટેકરા પર મોહમ્મદ ઉંમર ગુલામ મોહયુદ્દીન મન્સૂરી (ઉ.વ. 45) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 21મીએ ઉંમરભાઈ તેમની મોપેડ (નં. જીજે-05-એલઝેડ-9506) લઈને કામ અર્થે ક્યાંક ગયા હતા. દરમિયાન નેશનલ હાઇવે નં. 48 ઉપર મટવાડ ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર રસ્તાનું કામ ચાલતું હોવાથી રસ્તો ખોદેલો હતો. જેના કારણે ઉંમરભાઈએ તેમની મોપેડના સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા મોપેડ સ્લીપ થઇ ગી હતી. જેથી ઉંમરભાઈ રસ્તા પર પટકાતા પાછળથી આવતી ટ્રકનું ટાયર તેમના માથા પરથી ફરી વળતા ઉંમરભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ગણદેવી પોલીસે મોહંમદ શાકીરની ફરિયાદને આધારે ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. ડી.આર. પઢેરીયાએ હાથ ધરી છે.
મરોલી-ચોખડ રસ્તા પર બાઈક ભેંસ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત
નવસારી : મરોલી-ચોખડ રસ્તા પર બાઈક ભેંસ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના ચોખડ ગામે નવી નગરીમાં રહેતા સુનિલભાઈ લાલુભાઈ રાઠોડ (ઉ.વ. 29) ગત 10મીએ તેમની બાઈક લઈને ક્યાંક ગયા હતા. જ્યાંથી તેઓ પરત ઘરે આવી રહ્યા હતા. દરમિયાન મરોલી ચાર રસ્તાથી ચોખડ ગામે જતા રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં ભેંસ આવી જતા સુનિલભાઈની બાઈક અથડાઈ હતી. જેના પગલે સુનિલભાઈ રસ્તા પર પટકાતા શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ પ્રાથમિક સારવાર અર્થે ગાર્ડી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમને વધુ સારવારની જરૂરિયાત જણાતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખાતે રીફર કર્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ખટોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાગળો મરોલી પોલીસ મથકે મોકલતા આગળની તપાસ પી.એસ.આઈ. એમ.પી. સોલંકીએ હાથ ધરી છે.