અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહને બાઇકને (Bike) ટક્કર મારી હતી. જેમાં ગંભીર ઇજાના પગલે બાઇક સવાર પિતા પુત્રના મોત નિપજ્યા હતાં. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં બે લોકોનાં મોત નિપજ્યા હતાં. સુરતના સચિન વિસ્તારમાં રહેતા દેસલ ડોડવા અને તેમનો પુત્ર વિકાસ ડોડવા બાઇક પર તેમના વતન ભેસવાણી જવા માટે બાઇક પર મળસ્કે નીકળ્યા હતાં. આ દરમ્યાન અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાના પગલે બાઇક સવાર પિતા પુત્રનાં મોત નિપજ્યાં હતાં. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
પલસાણા: (Palsana) પલસાણા ગામે રહેતા એક આધેડ ગત રોજ તેમની પત્નીને (Wife) લઇ બાઇક પર જઇ રહ્યાં હતાં. ત્યારે તરાજ ગામની સીમમાં હજીરાથી ધુલીયા જતાં હાઇવે પર કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા બાઈક ચાલક આધેડ તથા તેમના પત્નીને ગંભીર ઇજાઓ થતાં સુરત સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં આધેડનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
- પલસાણામાં અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતાં આધેડનું મોત, પત્નીને ઈજા
- પલસાણાનું યુપીવાસી દંપતિ તરાજ ગામે પુત્રને મળી પરત ફરતાં હતાં ત્યારે ધુલિયા હાઈવે પર અકસ્માત
મળતી માહિતી અનુસાર પલસાણા ગામે ભરૂચી શોપિંગ સેન્ટર ખાતે રહેતાં અને મુળ ઉત્તરપ્રદેશના વતની સમીમ ખલીલ અંસારી (ઉ.વ 52) પલસાણા ગામની સીમમાં કાલા ઘોડામાં આવેલ ગોયલ મીલમાં હેલ્પર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. દરમ્યાન ગત રોજ તેઓનો નાનો દીકરો પલસાણા તાલુકાના તરાજ ગામે આવેલ મદ્રેસામાં અભ્યાસ કરતો હોવાથી સમીમ અંસારી તેમજ તેમની પત્ની હબીસુન સમીમ અંસારી બાઇક નંબર જીજે ૧૯ બીએફ ૭૬૫૨ લઇને દીકરાને મળવા તરાજ ગામે ગયા હતાં.
ત્યાંથી પરત ફરતી વખતે તરાજ ગામની સીમમાં કટ પાસે હજીરાથી ધુલીયા જતાં નેશનલ હાઇવે ૫૩ ઉપરથી પસાર થતી વખતે પાછળથી પુર ઝડપે આવી રહેલ કોઇ અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને અડફેટમાં લઇ પોતાનું વાહન લઇ ત્યાંથી ભાગી છુટ્યો હતો. દરમિયાન સમીમ અંસારી તેમજ તેમની પત્ની હબીસુન અંસારીને ગંભીર ઇજાઓ થતાં તેઓને ૧૦૮ મારફતે સુરત સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં સમીમ અંસારીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ અંગે પલસાણા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.