નવસારી : નવસારી (Navsari) જિલ્લાના આદિવાસી સમાજે (Adivasi Samaj) સુરત-નાસિક ચેન્નઈ (Surat-Nashik-Chennai ) એક્સપ્રેસ-વે (Express Way) અને પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટના વિરોધમાં નવસારીમાં વિશાળ રેલી કાઢી નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. નવસારી જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી સુરત-નાસિક-ચેન્નઈ એક્સપ્રેસ-વે અને પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક તરફ તંત્ર દ્વારા વાંધા અરજીઓની સુનાવણી પૂર્ણ કરાઈ છે. પરંતુ આદિવાસી સમાજે એક્સપ્રેસ-વે નો વિરોધ કરી રહ્યા છે. સાથે જ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારે સોમવારે બપોરે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી સમાજે નવસારીના લુન્સીકુઈથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી.
આદિવાસી સમાજના આગેવાનોએ કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાના વાંસદા, ચીખલી, ધરમપુર, કપરાડા, ડાંગ તાલુકામાંથી સુરત-નાસિક-ચેન્નઈ એક્સપ્રેસ-વે તેમજ પારતાપી નર્મદા લિંક પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણ થઇ રહ્યું છે. જેમાં આદિવાસીઓની જમીન અધિગ્રહણ કરવામાં આવી રહી છે. જેનો સંપૂર્ણપણે આદિવાસી સમાજે વિરોધ કર્યો હતો.
નવસારી જિલ્લાના વાંસદા-ચીખલી તાલુકાની જમીન અધિગ્રહણ સૂચિમાં આવતી જમીન 5 મી અનુસુચિના અનુચ્છેદ 244 (1) ના અનુસુચિત ક્ષેત્રોમાં આવે છે. આદિવાસીઓનું અસ્તિત્વ અનુસુચિત ક્ષેત્રો અને અનુસુચિત ક્ષેત્રોમાં એમની જમીન રૂઢી પ્રથા અને પારંપારિક ગ્રામ સભાઓની છે. જેને સંવિધાનના અનુચ્છેદ 13(3) ક દ્વારા વિધિનું બળ છે. આ જમીન અધિગ્રહણથી આદિવાસીઓનું રૂઢી પ્રથા, અસ્તિત્વ અને સંસ્કૃતિ ખતરામાં છે. એટલે વાંસદા-ચીખલી તાલુકાના અનુસુચિત ક્ષેત્રોની પારંપારિક ગ્રામસભા દ્વારા આ જમીન અધિગ્રહણનો ઇન્કાર કરવામાં આવે છે.
વારંવાર આદિવાસીઓની અસ્તિત્વ જમીન પર વિધાન મંડળ કાર્યપાલિકા અને ન્યાય પાલિકા ભારતના સંવિધાનનું સન્માન કરીને સંવિધાનિક દાયરાનો ઉપયોગ કરતા આદિવાસીઓની પારંપારિક ગ્રામસભાઓ દ્વારા કાર્યપાલિકા, ન્યાય પાલિકા, વિધાન મંડળ અનુચ્છેદ 372(1)/કસ્ટમરી લો/અનુચ્છેદ 13(3)ક ના હિત અનુસાર સુરત-નાસિક-અહમદનગર-ચેન્નઈ ગ્રીનફિલ્ડ સ્ટ્રેચ પ્રોજેક્ટ તેમજ પારતાપી નર્મદા લિંક પ્રોજેક્ટમાં જમીન અધિગ્રહણનો વાંસદા-ચીખલી-ધરમપુર-કપરાડા-ડાંગ વિસ્તારના અનુસુચિત ક્ષેત્રોમાં આદિવાસી સમાજે સખ્ત વિરોધ કર્યો હતો.
આદિવાસીઓનું અસ્તિત્વ ખતમ કરવાના સરકાર પ્રયત્ન
સંવિધાનની અનુચ્છેદ 13(3) ક પ્રમાણે વાંસદા-ચીખલી-ધરમપુર-દંગ-કપરાડા તાલુકાની પારંપારિક ગ્રામસભાઓને વિધિનું બળ છે. ભારતીય સંવિધાન અનુચ્છેદ 372 (2) માં આપવામાં આવેલા રાષ્ટ્રપતિને શક્તિના આધાર પર એડપ્શન ઓફ લો ઓર્ડર 1950 ના રૂપમાં જુના કાયદાઓને હાલના મોજુદા કાયદા (એકઝીસ્ટીંગ લો એન્ડ ફોર્સ) 13(3)ક, 272 (1) ને લાગુ કરેલ ત્યારથી કલમ (15) (લો ઇન ફોર્સ) એટલે કે સંવિધાનના અનુચ્છેદ 13(3) ક ના આધારે આદિવાસીઓના (કસ્ટમરી લો) રૂઢી પ્રથાને પણ સ્વયંભુ કરેલા આદેશ દ્વારા અનુસુચિત ક્ષેત્રો અને આદિવાસી દ્વારા પ્રભાવમાં આવેલા હોય એમાં લેખિત આદેશના અનુસાર સંવિધાન બનાવવા પહેલા જેટલા પણ હાજર કાયદાઓ અર્થાત (ઓલ લો ઇન ફોર્સ) સંવિધાનના અનુચ્છેદ 13(3) ક માં લખેલ રૂઢી અને પ્રથા લાગુ થઇ ગઈ અને જે સંવિધાન બનવા પહેલા આદિવાસીઓના પારંપરિક ગ્રામસભા અને ગ્રામસભાના પરોક્ષ/મુખ્ત/અધ્યક્ષ જેવા ગામોમાં તમામ અધિકાર કાર્યપાલિકા, ન્યાયપાલિકા સ્થાપિત હતા અને 372 (1) હેઠળ આજે પણ છે. સંવિધાનના અનુચ્છેદ 13(3)ક પ્રમાણે આદિવાસીઓની રૂઢી પ્રથાને વિધિનું બળ મળે છે. તેથી આવા પ્રકારના ભારતમાલા પ્રોજેક્ટ સુરત-નાસિક-અહમદનગર-ચેન્નઈ ગ્રીનફિલ્ડ સ્ટેચ પ્રોજેક્ટ પારતાપી નર્મદા લિંક પ્રોજેક્ટના નામ પર ઉદ્યોગપતિઓને ભૂમિગ્રહણ એટલે આદિવાસીઓના અસ્તિત્વ ખતમ કરી સંવિધાનના અનુચ્છેદ 21 જીવન જીવવાની સ્વતંત્રતાને ખતમ કરવાની સરકાર પ્રયત્ન કરી રહી છે.