Business

સુરતમાં જરીના કારખાનામાં કામ કરતા 11 બાળ મજૂરોને મુક્ત કરાવાયા

સુરત: સુરત (Surat) રૂદરપુરા-નાનપુરામાંથી બાળમજૂરીની (Child Labour) ઘટના સામે આવી છે. નાનપુરા પાસેની એક બિલ્ડીંગના ત્રીજા માળે જરીકામ કરતા 11 બાળમજૂરોને સુરત જિલ્લા બાળ સુરક્ષા એકમ (Child Protection Unit) દ્વારા મુક્ત કરાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં પણ બે કારખાનેદારોની ધરપકડ પણ કરી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં તમામ બાળકો 3 મહિનાથી જરીના કારખાનામાં કામ કરતા હતા.

આ ઘટના અંગે વધુમાં જણાવ્યું હતું કે, બાળકો યુપી-બિહારના રહેવાસી છે. માલિક દ્વારા બાળકોને માસિક 5000 રૂપિયા આપવામાં આવતા હતા. એટલું જ નહિ માલિક દ્વારા બાળકો પાસે 12 કલાકથી વધુ કામ કરાવવામાં આવતું હતું. વધુુમાં બાળકોને ભોજનની અને રહેવાની સગવડ આપવામાં આવતી હતી. બંને માલિક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ બાળકોનું મેડિકલ કરાવી ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝ, કતારગામ ખાતે દાખલ કરવાની કાર્યવાહી કરાશે.

Most Popular

To Top