સુરત: (Surat) દેશના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યુ છે કે કોર્ટમાં (Court) ગીષ્માની હત્યાના (Murder) દોઢસો કરતા વધારે પૂરાવા મૂકવામાં આવ્યા છે. સુરત જિલ્લા પોલીસના કહેવા પ્રમાણે, આવું પ્રથમ વખત બની રહ્યું છે કોઈ હત્યા કેસમાં આટલા બધા જ્યુડિશ્યલ પૂરાવા રજૂ કરવામાં આવ્યા હોય. આ પ્રકારના પૂરાવા સીધા સાબિત થઇ જાય છે. તેમાં ફોરેન્સિક તપાસમાં જે તે આરોપી અને હત્યાનો ભોગ બનનાર વ્યકિત સાચા છે કે ખોટા તે સીધું જ ખબર પડી જશે. આ તમામ પૂરાવા અને આ રેકોર્ડિંગ (Recording) કરનારા લોકોના નિવેદન પણ લેવામાં આવનાર હોવાની વિગત જાણવા મળી છે. સંખ્યાબંધ લોકોએ આ મામલે કોર્ટમાં આવવા માટેની તૈયારી બતાવી હોવાની વિગત જાણવા મળી છે.
- ગ્રીષ્મા હત્યા: દેશના ઇતિહાસમાં પ્રથમ વખત દોઢસો વિઝ્યુઅલ પુરાવાર કોર્ટમાં મૂકાશે
- જેમણે વિડીયો રેકોર્ડિંગ કર્યું છે તેમના નિવેદનો પણ લઈને પુરાવા ઊભા કરાશે, અનેક લોકો કોર્ટમાં આવવા તૈયાર
ગ્રીષ્મા કેસને સ્પે. ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા માટે માંગણી
સુરત : ગ્રીષ્મા કેસમાં પોલીસ દ્વારા સ્પેશ્યલ ફાસ્ટટ્રેક કોર્ટની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રીષ્મા કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ મામલે ગંભીર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ મામલે મુખ્ય સરકારી વકીલ પણ સ્પેશ્યલ આપવા માટે વિનંતી કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ કેસમાં તમામ પૂરાવા કોર્ટમાં રજૂ કરી દેવાયા છે. ગ્રીષ્માની હત્યા જે રીતે કરવામાં આવી તેને પોલીસ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં જે એક ડરનો માહોલ સર્જાયો છે. તેને દૂર કરવા પણ આ મામલે ત્વરીત કાર્યવાહી કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ મામલે જો અલાયદી ફાસ્ટટ્રેક કોર્ટ હોય તો ચૂકાદો ઝડપથી આવે અને ગુનાહિત અને માનસિક રીતે વિકૃત લોકોમાં ચોક્કસ મેસેજ પહોંચવા પામે.
ગુનો કરતા એક પળ માટે પણ વિચાર ન કરતા યુવાનોમાં ધાક બેસાડવા માટે પોલીસે વધુ એક ડગલું આગળ વધીને કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા જાહેરમાં ગુનેગારોને ડંડાવાળી કરવામાં આવી રહી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ફેનિલને ગુરુવારે પોલીસ રિકન્સટ્રક્શનની જગ્યાએ લઈ ગઈ હતી. તે સમયે પોલીસે જાહેરમાં લોકોની સામે તેને 25 ફટકા માર્યા હતા. ત્યારબાદ શુક્રવારે ગાંધીનગર એફએસએલ ખાતે લઈ ગઈ હતી. શનિવારે ફેનિલને કોર્ટમાં લઈ જતા પહેલા પણ પોલીસે તેને ગ્રીષ્માના પરિવારની નજર સામે માર માર્યો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે પોલીસની મારને કારણે ફેનિલ લંગડાઈને ચાલી રહ્યો હતો. પોલીસનું કહેવું છે કે આવા ગુનેગારો સાથે આ પ્રકારનો વ્યવહાર કરવો જરૂરી થઈ ગયો છે જેથી અન્ય ગુનેગારો આ પ્રકારનું કૃત્ય કરતા પહેલા સજાના વિચાર માત્રથી ધ્રૂજી ઉઠે.