SURAT

સુરત મનપાનાં સિવિલ એન્જિનિયરની પત્નીએ પિયરમાં જઇ ફાંસો ખાઇ લીધો, આ કારણ સામે આવ્યું

સુરત: (Surat) સુરત મનપામાં (Municipal Corporation) સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીની પત્નીએ ઘર કંકાશને કારણે પિયરમાં જઇ ગળે ફાંસો ખાઇ (Suicide) મોત વ્હાલું કરી લેતા ચાર વર્ષિય બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે. પતિ દ્વારા પત્નીને દિકરીનો જન્મ થયો હોય હવે પછી દિકરા જ આવવો જોઇએ તેવું જણાવી ત્રાસ ગુજારવામાં આવતા હોવાનો આક્ષેપ મૃતકના ભાઇ દ્વારા કરવામાં આવ્યો હતો. હાલ આ મામલે અઠવા પોલીસ (Police) વધુ તપાસ કરી રહી છે.

  • ‘દિકરી છે હવે પછી દિકરો જ આવવો જોઇએ’ કહી ત્રાસ અપાતા પરિણીતાનો આપઘાત
  • પરિણીતાના પરિવારે પતિ ઉપર માનસિક ત્રાસ ગુજારાયો હોવાનો આક્ષેપ કર્યો
  • મનપાનાં સિવિલ એન્જિનિયરની પત્નીએ પિયરમાં જઇ ફાંસો ખાઇ જીવન ટુકાવ્યું

નવી સિવિલ હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર પાલ સુમન આવાસમાં રહેતા ચિંતન નવસારીવાળાની પત્ની જીનલ (ઉ.વ.27)એ શનિવારે સવારે સાડા દશ વાગ્યાના અરસામાં નાનપુરા માછીવાડ ખાતે પિયરમાં ફાંસો ખાઇ લીધો હતો. તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતકના ભાઇ જીગર રેતીવાલાએ આક્ષેપ કર્યો હતો કે, તેની બહેનનો પાંચ વર્ષનો લગ્ન ગાળો હતો. લગ્ન જીવન થકી તેણીને સંતાનમાં 4 વર્ષિય બાળકી છે. બાળકીના જન્મ બાદ જીનલને પતિ ચિંતન દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. હવે પછી દિકરાનો જ જન્મ થવો જોઇએ તે વાતને લઇ પતિ સાથે અવાર-નવાર ઘરકંકાશ થયા કરતો હતો.

દરમિયાન પિયરમાં આવી ગયેલી જીનલબેને આજે સવારના સમયે અંતિમ પગલું ભરી લીધું હતું. આ મામલે તપાસ કરતા અઠવા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હીરાલાલ પરમાર તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં પતિ પત્ની વચ્ચે ભવિષ્યમાં દિકરાનો જ જન્મ થાય તે વાતને લઇ ઝઘડો થયા કરતો હતો. જેમાં શનિવારે જીનલે ફાંસો ખાઇ લીધો હતો. પિયર પક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે તે અંગે તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top