સુરત મહાનગરપાલિકાએ વર્ષો પહેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુ, પંડિત નહેરુજી, સરદાર પટેલ અને ભારતરત્ન, બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર વ્યાખ્યાનમાળા પ્રવચન શૃંખલા શરૂ કરી હતી. જે છેલ્લાં ઘણાં વર્ષોથી મૃત:પ્રાય અવસ્થામાં છે. તે સમયના દુરંદેશી શાસકો પદાધિકારીઓએ ભારત માતાને ગુલામીમાંથી આઝાદી અપાવવા જે મહાન પુરુષાર્થ સિંહફાળો આપ્યો હતો તેમની યાદગીરીમાં એમની જન્મ જયંતી પુણ્યતિથિએ માત્ર ગુજરાત રાજયના જ નહીં, દેશના રાષ્ટ્રીય કક્ષાએ જેમનું અનન્ય પ્રદાન હોય તેવા અભ્યાસુ, મહાનુભાવોને નિમંત્રીને તેમના વિચારોને નાગરિકો સુધી પહોંચાડવા પ્રયત્નશીલ હતા. જે બંધ પડેલ વ્યાખ્યાનમાળા પુન: શરૂ કરવા આજથી જ ચક્રો ગતિમાન કરવાં જોઇએ. જેથી આગામી મહિનાઓમાં આવતી એ મહાપુરુષોની જન્મ જયંતી નિમિત્તે મહાનુભાવોને બોલાવી પ્રવચનો અપાવી શકે. દેશને સ્વચ્છતા અભિયાનમાં બીજા ક્રમાંકે લાવનારા તમામ નાગરિકોને વર્તમાન દુરંદેશી શાસકો-પદાધિકારીઓ અને માનવંતા મ્યુ. કમિશ્નર સાહેબ જ્ઞાનનો લાભ આપી મહત્ત્વની સેવા કરે એ જ અભ્યર્થના. રેલવે મંત્રી દર્શના જરદોષ, સી.આર. પાટીલ અને ધારાસભ્યો પણ ઊંડો રસ લઇ આ વ્યાખ્યાનમાળા શરૂ કરવા પોતાનો અગ્રિમ ફાળો આપશે.
સુરત – ભગુભાઇ પ્રે. સોલંકી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સુરત મહાનગરપાલિકા એ વ્યાખ્યાનમાળા પુન: શરૂ કરે
By
Posted on