SURAT

સુરત મનપાના આ આઈડીયાના લીધે તાપી નદીના પાણીની ગુણવત્તામાં સુધારો થયો, કરોડોની આવક પણ થઈ

સુરત : (Surat) સુરત મનપા (SMC) દ્વારા વર્ષ 2014ના અંતમાં શરૂ કરાયેલા બમરોલી (Bamroli) સ્થિત ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં (tertiary treatment plant) રોજ 40 એમએલડી પાણીને (Water) ટ્રીટ (Treat) કરીને પાંડેસરાના (Pandesara) ઉદ્યોગોને (Industry) આપવામાં આવે છે. જે મનપા માટે આવકનો (Income) મોટો સ્ત્રોત સાબિત થયો છે કેમકે 6 વર્ષના ગાળામાં એક લાખ એમ.એલ.ડી. ગંદુ પાણી ટર્સરી ટ્રીટમેન્ટ કરીને ઉદ્યોગોને પૂરૂ પાડતા એક લાખ એમએલડી (MLD) મીઠા પાણીની બચત કરવા સાથે 265 કરોડ રૂપિયાની આવક ઉભી કરી છે.

આવો પ્રોજેકટ કરીને પર્યાવરણ (environment) જાળવણી કરવા ઉપરાંત આટલી મોટી આવક ઉભી કરનાર સુરત મનપા દેશની પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા બની છે. આ પ્રોજેકટ સફળ રહેતા સચીનના ઉદ્યોગો સાથે કરાર કરી મનપા દ્વારા વધુ એક 40 એમએલડીનો ટર્સરી ટ્રીમેન્ટ પ્લાન્ટ શરૂ કરી દેવાયો છે, ત્યારે હવે હજીરાના (Hazira) ઉદ્યોગોને પણ આ રીતે ટર્સરી ટ્રીટ કરેલું પાણી આપવા માટેની કવાયતમાં પાલિકા અને હજીરાના ઉદ્યોગો વચ્ચે કરાર કરીને હાથ ધરવા ચક્રો ગતિમાન કરાયા છે.

તાજેતરમાં રાજ્ય સરકારે સુએઝના (Suez) પાણીને ટ્રીટ કરીને ઉદ્યોગોને પુરૂ પાડવાની નીતિ બનાવી તેના ઘણા વરસો પહેલા સુરત મનપા દ્વારા શરૂ કરાયેલા આ પ્રોજેકટની દેશભરમાં પ્રશંસા થઇ છે તેમજ અનેક એવોર્ડ મેળવ્યા છે. ડ્રેનજનું ગંદુ પાણી (dirty water) જ ટ્રીટ કરીને સીધું તાપી (Tapi) નદીમાં (River) ઠાલવવામાં આવતું હતું તે પણ બંધ કર્યું છે જેના કારણે તાપી નદીના પાણીની ગુણવત્તામાં પણ સુધારો થયો છે.

સુરત મનપાની કામગીરીની ગુજરાત સરકારે પણ નોંધ લીધી

સુરત મ્યુનિ.એ સુરતના ઉદ્યોગોને પાણી પુરૂ પાડવા સાથે મીઠા પાણીની બચત કરી અને ગંદા પાણીને ટ્રીટ કરીને ઉદ્યોગો પાસેથી આવક મેળવી છે, આ કામગીરીની ગુજરાત સરકારે પણ નોંધી લીધી છે. ગુજરાત સરકારે હજીરાના ઉદ્યોગોને પણ ટર્સરી ટ્રીટ કરેલું પાણી આપવા માટેની કવાયતમાં મધ્યસ્થી કરવા માટે પણ તૈયારી બતાવી છે. જો સરકારનો આ પ્રયાસ સફળ થાય તો સુરતના ઉદ્યોગની જેમ હજીરાના ઉદ્યોગોને પણ સુરત પાલિકા દ્વારા ટર્સરી ટ્રીટ કરેલું પાણી આપવામાં આવશે અને તેના થકી પાલિકાને આવકનો એક નવો સ્ત્રોત ઉભો થશે.

Most Popular

To Top