SURAT

સુરતમાં દેશનાં સૌથી પહેલા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું કામ શરૂ, ચાર વર્ષમાં મળશે નવું રેલવે સ્ટેશન

સુરત: (Surat) સુરતને ખૂબજ ઝડપથી નવું આધુનિક રેલવે સ્ટેશન (Railway Station) મળશે. ભારત દેશના સૌથી પહેલા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું (Multi Modal Transport Hub) કામ સુરતમાં શરૂ થઈ ચુક્યું છે. આ ટ્રાન્સપોર્ટ હબનું ખાતમુહૂર્ત જે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં થયું હતું તેનું કામ શરૂ થઈ ગયું છે. 30મી નવેમ્બરે તેનું 878 કરોડનું ટેન્ડર (Tender) અપાઈ ગયું છે. આ આધુનિક રેલવે સ્ટેશનની વિશેષતા એ હશે કે રેલવે સ્ટેશન પર ઉતરતાંજ મુસાફરોને અહીં થી બસ, મેટ્રો તેમજ જીએસઆરટીસીની કનેક્ટીવિટી મળી જશે. આ સ્ટેશન ભારતીય રેલવેના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનમાંનું એક બની જશે.

  • ચાર વર્ષમાં સુરતને મળશે નવું રેલવે સ્ટેશન
  • અહીં રેલવે સ્ટેશનની સાથે બસ, મેટ્રો રેલની પણ કનેક્ટિવિટી મળશે
  • 30મી નવેમ્બરે તેનું 878 કરોડનું ટેન્ડર અપાઈ ગયું છે

રાજ્યના રેલવે મંત્રી દર્શના જરદોશે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે સુરતના નવા રેલવે સ્ટેશનનું કામ ચાર વર્ષમાં પુરું કરી દેવાશે. સુરતના આ રેલવે સ્ટેશનનું કામ ત્રણ તબક્કામાં થશે. પહેલા તબક્કામાં જે સ્ટેશનનું કામ શરૂ થયું છે તેમાં મુસાફરોને અગવડ ના પડે તે પ્રમાણે ગોડાઉનની (Godown) અંદર સીમેન્ટ ફેબ્રીકેશન વર્ક (Fabrication Work) વગેરેની કામગીરી થશે. જેથી કોઈપણ સીઝનમાં કામ અટકશે નહીં. તેમજ ઝડપી કામ કરી શકાશે. ચાર વર્ષમાં આ કામ પુરું થયા તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

કામની શરુઆત હાલના સુરત રેલવે સ્ટેશનના પુર્વ સાઈડથી કરવામાં આવશે. મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ એન્જીનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કંસ્ટ્રક્શન મોડલ આધારીત થશે. સુરત મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબના વિકાસ માટે કુલ 331491 ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. નવા હબમાં સ્કાઈવોક,લાઉન્જ, મેડિકલ રૂમ, રિટેઈલ સ્પેસ સહિતની સુવિધાઓ હશે. સુરત સ્ટેશનેથી ટ્રેન અને બસ મળીને રોજના 2.50 લાખ પેસેન્જરો અવર-જવર કરે છે, સીધી મેટ્રો રેલ અને બસની સુવિધા પણ મળશે. સુરત રેલવે સ્ટેશન ભારતીય રેલવેના નકશામાં ખુબજ મહત્વનું શહેર છે. ભારતના ટોપ 15 રેલવે સ્ટેશનોમાં સુરત રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.

સુરતને મળનાર આ નવા મલ્ટી મોડલ હબની વિશેષતા એ હશે કે અહીં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન મળીને દરરોજ 2.5 લાખ લોકો મુસાફરી કરી શકશે. જે સંખ્યા વર્ષ 2062 સુધીમાં 5.5 લાખ થવાની શક્યતા છે. આ રેલવે સ્ટેશન ભારતીય રેલવે સ્ટેશનનું સૌથી વ્યસ્તતમ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે. રેલવે સ્ટેશનના વિકાસની સાથે સુરત સ્ટેશનની આસપાસના વિસ્તારોનો પણ કોમર્શિયલ વિકાસ થશે.

  • સુરતના આધુનિક રેલવે સ્ટેશનની આ હશે વિશેષતાઓ
  • ભારતીય રેલવેના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનમાંનું એક
  • નજીકમાં GSRTC બસ સ્ટેશન
  • રેલવે અને બસ સ્ટેશન પર દરરોજના 2.5 લાખ મુસાફરોની અવર જવરની ક્ષમતા
  • 2062 સુધી રેલવે અને બસ માટે મુસાફરોની સંખ્યા વધીને 5.5 લાખ થવાની અપેક્ષા
  • વિવિધ વિકાસ કાર્યો માટે રેલવે સ્ટેશનને સંલગ્ન મોટી જમીન ઉપલબ્ધ છે
  • વિકસિત મોબીલીટી અને વ્યાપારી વિકાસ આસપાસના વિસ્તારનો કાયાકલ્પ કરશે

Most Popular

To Top