સુરત: (Surat) કવાસ ગામમાં રહેતી પરિણીતા રાત્રે ઘર પાસે તેના એક વર્ષના દિકરીનું ડાયપર ફેંકવા ગઈ ત્યારે અખીલેશસિંગ નામના વ્યક્તિએ તેને પકડી 70 મીટર કીચડમાં (Mud) ઘસડી કપડા ફાડી લાજ લેવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન પરિણીતાનો પતિ (Husband) આવી જતા તેની સાથે હાથાપાઈ થતા ઇચ્છાપોર પોલીસે ફરિયાદ (Police Complaint) દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
- કવાસમાં પરિણીતાને મોઢે મુક્કો મારી 70 મીટર કીચડમાં ઘસડી લઈ જઈ કપડા ફાડી લાજ લેવાનો પ્રયાસ
- પરિણીતાનો પતિ આવી જતા આરોપી સાથે હાથાપાઈ થઈ હતી
- તુ ચિલ્લા મત નહિ તો મે તેરા ગલા દબા કે યહિ તેરે કો માર ડાલુંગા
ઇચ્છાપોર ખાતે કવાસ ગામમાં 19 વર્ષીય આરાધનાબેન (નામ બદલ્યું છે) પતિ અને એક વર્ષના પુત્ર સાથે રહે છે. ગઈકાલે રાત્રે આરાધનાબેનના 1 વર્ષના પુત્રએ ઝાડા પેશાબ કરતા તેને પહેરેલું ડાયપર ફેંકવા માટે ગઈ હતી. ત્યારે અખીલેશસીંગ જિતન યાદવ (ઉ.વ.૨૫ રહે-૧૦૫, મુનીબલાલના મકાનમાં, બાપા સાંઇ સીતારામ સોસાયટી, કવાસ ગામ, સુરત મુળ વતન, ગામ-ખજુવા, તા.જમનીયા, જી.-ગાઝીપુર, યુ.પી.) ત્યાંથી પસાર થતો હતો. આરાધનાની એકલતાનો ગેરલાભ ઉઠાવા તેને પકડવા દોડ્યો હતો.
જેથી આરાધના બચાવો બચાવોની બૂમો પાડતા-પાડતા જુના કવાસ તરફ ભાગવા લાગી હતી. અખીલેશે દોડીને આરાધનાને પકડી લઇ દુપટો તેના મોઢાના ભાગે બાંધી દીધો હતો. અને તુ ચિલ્લા મત નહિ તો મે તેરા ગલા દબા કે યહિ તેરે કો માર ડાલુંગા એવી ધમકી આપી હતી. બાદમાં આરાધનાના મોઢાના ભાગે મુક્કો મારી ઇજા કરી બળ જબરી પુર્વક લાજ લેવાનો પ્રયયાસ કર્યો હતો. અને આરાધનાને જુના કવાસ તરફ જતા રોડ ઉપર આશરે 70 મીટર જેટલુ અંધારામાં ઘસડી કાદવ-કિચડમાં ખેચી લઈ ગયો હતો. આરાધનાના પહેરેલા કપડા ફાડી નાખ્યા હતા. ત્યારે આરાધનાનો પતિ આવી જતા આરોપી સાથે તેની હાથા-પાઇ થઈ હતી. અને આરાધનાના પતિ સાથે ઝપાઝપી કરી ગાળો આપી હતી. જેથી આરાધનાએ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.