SURAT

નાઇજીરીયા ખાતે થયેલી બોટ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની સહાય

સુરત: (Surat) ઉત્તર મધ્ય નાઈજીરિયાના કવારા રાજ્યમાં કોઈ લગ્ન (Marriage) પ્રસંગમાંથી પરત જઈ રહેલા 300 લોકોને લઈ જતી એક નાવ નદીમાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં ૧૦૦ થી વધુ લોકોનાં મોત થયાં છે. તપાસકર્તાઓના કહેવા મુજબ એવું માનવામાં આવે છે કે આ આંકડો વધી પણ શકે છે.

મોરારી બાપુએ આ દુર્ઘટના અંગે એમની સંવેદના વ્યક્ત કરી છે અને તમામ મૃતકોના પરિવારજનોને માટે રૂપિયા ૧૧ લાખથી વધારે રકમની સહાય અર્પણ કરી છે. કેન્યા સ્થિત રામકથાના શ્રોતા નિલેશ જસાણી અને તેની પુત્રી શબરી દ્વારા આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

મોરારી બાપુએ પ્રત્યેક મૃતકને ભારતીય ચલણ મૂજબ રૂપિયા ૧૧ હજાર અર્પણ કર્યા છે. એમણે અર્પણ કરેલી આ રાશિ સ્થાનિક નાઇજીરિયાના ચલણ મુજબ લગભગ ૬૩ હજાર નાઇરા જેટલી થાય છે. આ દુર્ઘટનામાં જે લોકોએ પોતાનાં પ્રાણ ગુમાવ્યા છે તેમના નિર્વાણ માટે મોરારીબાપુએ હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Most Popular

To Top