સુરત : ચોમાસુ સંસદીય સત્ર (Monsoon session) સમાપ્તિ અને “મારી માટી મારો દેશ ” ના (Meri maati mera desh) ઉપક્રમે નવસારી- સુરત લોકસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (C.R Patil) તથા લોકસભાના સાંસદ અને કેન્દ્રીય રેલવે અને કાપડ રાજ્ય મંત્રી દર્શનાબહેન જરદોષની આજે એક સંયુક્ત પત્રકાર પરિષદ (press conference) રાખવામાં આવી હતી.
રાજયમંત્રી દર્શનાબેન જારદોષ એ હિમાચલ પ્રદેશમાં હાલમાં જે કુદરતી આફત આવી છે તેમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, ભવ્ય ” ભારત મંડપમ ” નું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે તેમણે 508 જેટલા આધુનિક રેલવે સ્ટેશનના નિર્માણ વિશે પણ માહિતી આપી હતી .
વધુમાં મણિપુરમાં બનેલી હદયદ્રાવક ઘટના નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આદરણીય ગૃહ પ્રધાન અમિતભાઇ અને પ્રધાનમંત્રી દ્વારા પણ તે વિશે વાત કરવામાં આવી હતી છતાં પણ વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા માત્ર અને માત્ર નકારાત્મક વાતો જ કરાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ગૃહ મંત્રી દ્વારા ખરડો લાવી બ્રિટિશ રાજ્યના કાયદાઓ સુધારવામાં આવ્યા તેનો તથા વિશ્વકર્મા યોજનામાં 30 લાખ કારીગર પરિવારોને લાભ થશે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વસારી- સુરત લોકસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન માટે જે પગલાં લેવામાં આવ્યા તેનો ઉલ્લેખ કર્યો હતો .ઉજ્જવલા યોજના , શૌચાલય યોજના , આયુષ્યમાન કાર્ડ યોજના , વંદે ભારત ટ્રેનના નિર્માણ વિશે પણ તેમણે માહિતી આપી હતી. દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિતે ” આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત યોજાયેલી તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાનનો પણ તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી દ્વારા કાયદામાં સુધારો કરાતા હવે સામાન્ય માનવી પણ પોતાના ઘરે તથા કામની જગ્યાએ તિરંગો લહેરાવી શકશે.
સી.આર. પાટીલે કહ્યું કે, ડાયમંડ બુર્સનું ઉદઘાટન 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ ખાતરી આપી છે કે, ડિસેમ્બર મહિનામાં વધુ ફ્લાઇટની શરૂઆત કરવામાં આવશે. જેમાં શારજાહની રોજ ફ્લાઇટ શરૂ થશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ્યારે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થશે. ડિસેમ્બર મહિનામાં હોંગકોંગ, દુબઈ, લંડન અને સિંગાપોરની ફ્લાઈટ પણ શરૂ કરવાની જાહેરાત થશે.
વધુમાં જણાવ્યું હતું કે, ” મારી માટી મારો દેશ ” કાર્યક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ અંતર્ગત હર ઘરની માટી અને ચપટી ચોખા લેવામાં આવશે અને દરેક ગામમાં 31 ઓક્ટોબર સુધી આ માટી અને ચોખા વડે અમૃત વનનો કાર્યક્રમ યોજવામાં આવશે. ઉપરોક્ત કાર્યક્રમમાં ધારાસભ્યો, અને મેયર સહિત સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. શૈલેશ શુક્લ મીડિયા કન્વીનરે તમામ વ્યવસ્થાઓ કરી હતી.