SURAT

સુરત: સામી દિવાળીએ મિલેનીયમ-2 ટેક્ષટાઈલ માર્કેટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ

સુરત: (Surat) સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલી મિલેનીયમ-2 (Millennium Market) ટેક્ષટાઈલ માર્કેટમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે. બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર (Fire) વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે. હાલ સુધી કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલી મીલેનીયમ માર્કેટ વિભાગ 2માં આગની ઘટના બની છે. ચોથા માળે આવેલી દુકાનમાં આગ લાગી હોવાનું હાલ જાણવા મળ્યું છે. આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી છે જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે.

આઠ મહિના પહેલા આગ લાગી હતી
મિલેનીયમ માર્કેટમાં લગભગ 10 મહિના પહેલા પણ આગ લાગી હતી. સ્થાનીય લોકોને કહેવું છે કે આ વિસ્તાર ખૂબજ ગીચ છે અને અહીં આગ ઓલવવાની કામગીરી કરવી ખૂબ મુશ્કેલ છે. સાથેજ માર્કેટમાં દુકાનો પણ ખૂબજ નજીક હોવાથી આગ લાગવાની પરિસ્થિતિમાં લોકોના જીવ તાળવે ચોંટી જાય છે.

ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી પરંતુ કાપડની માર્કેટમાં આગની ઘટનાને લઈને અફરાતફરી મચી જવા પામી છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ચીફ ફાયર ઓફિસર બંસંત પારીખ પણ ઘટના સ્થળે પહોચ્યા છે. આગ કાબુમાં આવી ગયી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top